રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 2 મે 2021 (09:47 IST)

મોરબીમાંથી 58 લાખના 1211 નકલી રેમડેસિવિર ઇંજેકશન જપ્ત, ચાર લોકોની ધરપકડ

અત્યાર સુધી 500 નકલી ઇંજેક્શન વેચી નાખ્યા !!

ગુજરાતમાં રેમડેસિવિર ઇંજેક્શનના કાળા કારોબારને જડમૂળથી ઉઘાડી ફેંકવા માટે પોલીસે અલગ-અલગ 23 કેસ દાખલ કરી 57 આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીમાં 58 લાખ રૂપિયાની કિંમતના 1211 નકલી ઇંજેક્શન જપ્ત કરવાની સાથે જ રાજ્યના અન્ય શહેરોમાં પણ પોલીસ તથા ક્રાઇમ બાંચે રેડ પાડી હતી. 
 
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે નકલી રેમડેસિવિર રાજ્યવ્યાપી નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં 57 આરોપીઓની ધરપકડ કરી છે. મોરબી પોલીસ અહીં એક બંગલામાંથી 58 લાખની કિંમતના 1211 નકલી ઇંજેક્શન જપ્ત કરી ચાર લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 19 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. તેમની સાથે પૂછપરછમાં જાણવા મળ્યું કે જૂહાપુરાથી પણ નકલી ઇંજેક્શનનો કારોબાર થઇ રહ્યો છે. 
ક્રાઇમ બ્રાંચ પોલીસની ટીમે મોહમંદ આસિફ તથા રમીઝ કાદરી નામના બે યુવકોની ધરપકડ કરી તેમની પાસેથી 1170 નકલી ઇંજેક્શન તથા 17 લાખ રૂપિયાથી રોકડ રકમ જપ્ત કરી હતી. આરોપીની સાથે ગુજરાતના અન્ય શહેરોની સાથે મુંબઇ સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી 500 નકલી ઇંજેક્શન વેચવામાં આવ્યા છે. નકલી ઇંજેક્શન કેસમાં અમદાવાદ, સુરત, મોરબી, મહેસાણા, વલસાડ, પાટણ તથા બનાસકાંઠાના ડીસામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું કે, પોલીસે મોરબીમાં રૂ. 58 લાખની કિંમતના 1211 નંગ નકલી રેમડેસિવિર  ઇન્જેકશન પકડી પાડ્યા છે. આ ગુના સંદર્ભે મોરબીથી ૪ આરોપિને પકડી તેમની પાસેથી રૂ. 19 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ કલમ 274, 275, 308, 420, 34, 120બી, તથા આવશ્યક ચીજ ચીજ વસ્તુ અધિનિયમ ની કલમ-3,7,11, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 
આશિષ ભાટીયાએ ઉમેર્યું કે, આરોપીઓની પુછપરછ કરતા અમદાવાદ- જુહાપુરાના આશીફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલીક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. 
 
અમદાવાદ શહેરના એ.સી.પી.ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનંગ-1170 કી.રૂ. 56,16,000/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- 17,37,700/- ના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.