રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (11:16 IST)

ગુજરાતના કાપડના વેપારીની સાચી પ્રેમ કહાણી

સાચા પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી પણ, આજે વેલેન્ટાઇન ડે નિમિત્તે અમે તમને ગુજરાતના કાપડના વેપારીની સાચી પ્રેમ કહાણી જણાવીએ. આ પ્રેમ કહાણી છે, મૂળ સુરેન્દ્રનગરના ખોડુ ગામના વતની (હાલ દિલ્હીના રહેવાસી) લાલારામ અને લલિતાબહેનની. વર્ષ 2004માં હાર્ટ એટેક આવતાં લલિતાબહેનનું નિધન થયું હતું.

જેને લીધે લાલારામ અને તેમના પરિવારને લલિતાબહેનને ના બચાવી શકવાનો વસવસો રહી ગયો. લલિતાબહેન જ્યારે જીવતાં હતાં ત્યારે લાલારામને સમાજના લોકો, ગરીબો અને અનાથની સેવા કરવા માટે કહેતાં હતાં, પણ તે વખતે લાલારામ લલિતાબહેનની વાત હસીને ટાળી દેતાં હતાં. લલિતાબહેનના નિધન બાદ લાલારામે પત્નીની યાદમાં સુરેન્દ્રનગરના દૂધરેજ-ખોડુ રોડ પર વૃદ્ધાશ્રમ બનાવ્યો અને તેમાં લલિતાબહેનની આબેહૂબ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરી. જ્યારે વૃદ્ધાશ્રમ બની ગયો ત્યારે ખુદ મોરારિ બાપુએ તેનું ઉદ્ધાટન કર્યું હતું