શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 ઑક્ટોબર 2023 (15:35 IST)

સુરત: બે ઘટનાઓમાં બે લોકોએ જીવ ગયા

સુરત શહેરમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને સિટી બસના ચાલકે અડફેટે લીધો હતો. આ અકસમાતમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ઘટના બાદ બસચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બસે યુવકને કચડી નાખતાં રોડ પર લોહીના રેલાઓ ચાલવા લાગ્યા હતા. ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ આ અકસ્માતના CCTV પણ સામે આવ્યાં છે.

સુરત શહેરમાં BRTS અને સિટી બસ દ્વારા અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વધુ એક સિટી બસચાલક દ્વારા અકસ્માતની ઘટના ઉધના વિસ્તારમાંથી સામે આવી છે. ઉધનામાં બેફામ દોડતી સિટી બસના ચાલકે એક યુવકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઘટના બાદ સિટી બસનો ચાલક બસ લઈ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. અકસ્માત સર્જી બસચાલક બસ સાથે ફરાર થઈ જતાં એકઠા થયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.સ્થાનિક લોકોએ બનાવની જાણ પોલીસને કરતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત 108ને જાણ કરતાં 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. દરમિયાન યુવકનું મોત થયું હોવાનું જાણવા મળતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ, આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેઝ પણ સામે આવ્યા છે.
surat news
surat news

અન્ય એક અકસ્માતમાં  પાટણ હાઈવે પર રાહદારીને ટક્કર મારી વાહનચાલક ફરાર, રાહદારીનું ઘટના સ્થળે મોત
ડીસા-પાટણ હાઈવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યો વાહનચાલક રાહદારીને અડફેટે લઈ ફરાર થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાહદારીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસે અકસ્માત સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ડીસામાં મોડી રાત્રે પાટણ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક રાહદારી હનુમાનજી મંદિર પાસે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યા વાહનચાલાકે આ રાહદારીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં રાહદારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત થયો હોવાની જાણ થતા જ આજુબાજુના લોકોના ટોળેટોળા થઈ ગયા હતા. આ બનાવની જાણ કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ પણ બનાવસ્થળે પહોંચી હતી અને સ્થળ પર પંચનામું કરી લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. તેમજ મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી પોલીસે ફરાર વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.