શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (09:54 IST)

ભાજપના કહેવા પર ગુજરાતની ચૂંટણી લડવા આવી છે આમ આદમી પાર્ટી: હાર્દિક પટેલ

ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઇને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ભાજપ પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી-ટી ગણાવી છે. હાર્દિક પટેલે કહ્યું કે જોકે આમ આદમી પાર્તી ગુજરાતમાં ફક્ત તે મતદારોને વહેચવામા આવી રહી છે, જે ભાજપથી નારાજ છે. તેમણે સીધી રીત ભાજપ અને આમ આદમી પાર્ટીની સાંઠગાંઠનો આરોપ છે. 
 
આમ આદમી પાર્ટીને લઇને હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં કોઇ તેમની મદદ કરી રહ્યું છે. મદદ કદાચ દિલ્હીથી મળી રહી છે. તમે જ જુઓ આ લોકોને ગુજરાતમાં પ્રચારની છૂટ કેવી રીતે મળી ગઇ અને અહીં કેટલા રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. તેમના બેનર્સ પબ્લિક પ્લેસ પર અઠવાડિયા સુધી લાગેલા રહે છે.પરંતુ જો બીજા કોઇએ આમ કર્યું હોય તો તેમના બેનર ક્યારના હટી ગયા હોત. 
 
હાર્દિક પટેલે કહ્યું કે ગત 3 ચૂંટણીથી ભાજપ અહીં તમામ નવી પાર્ટીઓને ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં મદદ કરે છે. ભાજપના અંગત લોકો સ્વતંત્ર સંગઠન બનાવીને ચૂંટણીમાં આવે છે, જેથી એંટી બીજેપી વોટના ભાગલા થઇ જાય છે. 
 
મીડિયામાં કોંગ્રેસ પાર્ટીના આતરિક જુથવાદના સમાચાર ખોટા ગણાવતા હાર્દિક પટેલે કહ્યું કે તેમની પાર્ટીને કોઇ પદની ઇચ્છા નથી. તેમણે કહ્યું કે મને કોંગ્રેસમાં કોઇ પદની લાલસા નથી અને ના હું કોંગ્રેસ છોડી રહ્યો છું.