સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (15:49 IST)

ભાજપનો અલ્પેશ રાધનપુરથી હાર્યો, કોંગ્રેસના રઘુ દેસાઈની જીત

ગુજરાતમાં છ વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી છે. ભાજપના ગઢ કહેવાતા  રાધનપુરમાં કોંગ્રેસનાં રધુ દેસાઇ જીતી ગયા છે. જ્યારે ભાજપનાં અલ્પેશ ઠાકોરની કારમી હાર થઇ છે. મહત્વનું છે કે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને બાયડનાં ધવલસિંહ ઝાલાને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી બાજુ થરાદમાં કૉંગ્રેસનાં ગુલાબસિંહ રાજપૂતની 6420 મતોથી જીત થઇ છે. આ પહેલા બાયડમાં પણ કૉંગ્રેસનાં ઉમેદવારની જીત થઇ છે અને સામે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાની હાર થઇ છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સરકારનો હાથ ઊંચો રહેતો હોય છે, સરકારી મશિનરીનો દુરુપયોગ થાય, પોલીસનો દુરુપયોગ થાય, વહિવટીતંત્રનો દુરુપયોગ થાય, પૈસાનો બેફામ વેપલો કર્યો છતાંય જનતા ક્યારેય પક્ષપલટુઓ સાથે રહી નહીં. જનતાએ માત્ર પક્ષપલટુ ઉમેદવારોને પાઠ નથી ભણાવ્યો, માત્ર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને નહીં પરંતુ બીજેપીને પણ પાઠ ભણાવ્યો છે. ગુજરાતની જનતાએ બીજેપીના ગાલ પર તમાચો માર્યો છે. કારણ કે જનતા બીજેપીના પક્ષપલટા અને 'ખરીદ-વેચાણ સંઘ'થી થાકી ગઈ છે. અને પ્રજાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમારે જેને ખરીદવા હોય તેને ખરીદો પણ જનતા આવા લોકોને સ્વીકારશે નહીં. જે રીતના વલણો જોઈ રહ્યા છો એ રીતે કૉંગ્રેસ સ્પષ્ટ રીતે આગળ વધી રહી છે. અમરાઈવાડી વિસ્તાર જે બીજેપીનો ગઢ ગણાય છે ત્યાં પણ તેમના ઉમેદવારને ફાંફાં પડી રહ્યા છે એના પરથી સ્પષ્ટ સંકેત છે કે જનતા પોતાનું પડખું બદલી રહી છે.