ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (12:29 IST)

આનંદીબેન આવશે ગુજરાત, શનિ-રવિમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ તેમને મળવા માટે તેઓના નિવાસસ્થાને જશે

આનંદીબેન પટેલની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, હાલના ગુજરાતના રાજકારણને જોતા તેમની હાજરી સૂચક માનવામાં આવી રહી છે.. સામાન્યરીતે આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ હોવાથી પ્રોટોકોલ પ્રમાણે રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી શકે નહીં. પરિણામે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળની શપથવિધિમાં તેઓ હાજર નહીં રહે. પરંતુ શનિ-રવિમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ તેમને મળવા માટે તેઓના નિવાસસ્થાને જશે. ખાસ કરીને ગુજરાતના નવા મુખ્યમંત્રીની નિમણૂકમાં આનંદીબેન પટેલ જૂથનું વર્ચસ્વ વધુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
 
તેઓ ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને રોકાવાના છે. જ્યાં તેઓ નવા મુખ્યમંત્રી તેમજ નવા મંત્રીઓ સાથે મુલાકાત કરશે. સાથે જ નવા મુખ્યમંત્રી તેમજ નવા મંત્રીમંડળથી નારાજ મંત્રીઓ પણ આનંદીબેનની મુલાકાત કરી શકે છે.
 
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આનંદીબેના ખાસ હોવાનું ભાજપના નેતાઓ જાણે જ છે કેમ કે, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી 2012માં આનંદીબેન પટેલ ચૂંટાયા હતા. તે પછી 2017માં આનંદીબેન પટેલ ચૂંટણી લડવાની ના પાડી દેતા ઘાટલોડિયા બેઠક પર તેમના બદલે ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં ભલામણ કરી હતી. પરંતુ તે સમયે ભાજપના અમિત શાહ અને આનંદીબેન જૂથની ટિકિટની લડાઈ ચાલતી હતી. જેથી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાથી ચૂંટણી લડાવવા માટે આનંદીબેને એડીચોટીનું જોર લગાવ્યું હતું અને છેલ્લે ઘાટલોડિયાની બેઠક પર બેનની ભલામણથી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાઈ હતી.