ગેસનો બાટલો ઊંચકી ધારાસભ્ય અશ્વિન કોટવાલ કલેક્ટર કચેરીએ પહોંચ્યા

Last Modified શુક્રવાર, 11 ઑક્ટોબર 2019 (12:22 IST)

સાબરકાંઠાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના બીપીએલ લાભાર્થીઓનો ઉજ્જવલ્લા યોજનામાં સમાવેશ કરી ગેસ સિલિન્ડર આપી દેવાયા બાદ કંગાળ આર્થિક સ્થિતિને કારણે સિલિન્ડર રિફીલ ન કરાવી શકાતા અને કેરોસીન બંધ કરી દેવાયુ હોવાથી મોટા ભાગના પરિવારો હાલાકીમાં મૂકાયા હોવાની રાવ સાથે ખેડબ્રહ્મા ધારાસભ્ય માથે સિલિન્ડર મૂકી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને સસ્તા ભાવે સિલિન્ડર ભરી આપો અથવા કેરોસીન આપો ની માંગ કરી હતી. ગુરૂવારે આ સમસ્યાથી પિડિત આદિવાસી બીપીએલ લાભાર્થીઓ અને ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિન કોટવાલ માથે સગડીઓ અને ગેસ સિલિન્ડર લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યુ કે ઉજ્જવલા યોજનામાં સમાવિષ્ટ ગરીબ પરિવારો સિલિન્ડરનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી તેમનુ કેરોસીન પણ બંધ કરી દેવાયુ છે. કેટલાકને ગેસ કનેક્શન મળ્યુ ન હોવા છતાં કેરોસીનનો જથ્થો બંધ કરી દેવાયો છે તંત્ર દ્વારા ઓછા ભાવે સિલિન્ડર રિફિલ કરી આપવામાં આવે અથવા કેરોસીનનું વિતરણ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરી છે.a


આ પણ વાંચો :