ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 સપ્ટેમ્બર 2022 (18:29 IST)

Congress 3 election promises.- કોંગ્રેસે ચૂંટણીને લઈને વધુ 3 વચન આપ્યા.

જૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8 રૂપિયામાં જમવાનું અપાશે.

congress
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અનેક વચનો તથા વાયદા લઈને જનતાની વચ્ચે જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે અગાઉ 8 વચનો લોકોને આપ્યા હતા ત્યારે હવે વધુ 3 વચનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા છે જેમાં જૂની પેન્શન યોજના,100 દિવસ રોજગારી અને 8-8 રૂપિયામાં ભોજન આપવાના છે.
 
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાત આવ્યા હતા.રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક વચનો આપ્યા હતા.ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો 8 વચનો આપ્યા છે તે પુરા કરવામાં આવશે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વધુ 3 વચનો આપવામાં આવ્યા છે.કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વધુ 3 વચનોની જાહેરાત કરવામાં આવી છે.
 
કોંગ્રેસની સરકાર બનશે તો 2004 બાદ રિટાયર્ડ થયેલા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુજબ પેન્શન આપવામાં આવશે.રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ગરીબ નાગરિકો માટે રસોડું શરૂ કરવામાં આવશે જેમાં ગરીબોને 8-8 રૂપિયામાં બાંનવ ટાઈમ જમવાનું આપવામાં આવશે.શહેરી વિસ્તારમાં 365 દિવાસમાંથી 100 દિવસ રોજગારી પણ આપવામાં આવશે.