બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 એપ્રિલ 2022 (14:14 IST)

ચીનમાં લોકડાઉનનો વિરોધ પણ નથી કરી શકતા નાગરિક, બારીઓમાંથી બૂમા પાડી રહ્યા છે ભૂખ્યા તરસ્યા લોકો

china
ચીનમાં લોકડાઉનનો વિરોધ પણ નથી કરી શકતા નાગરિક,  બારીઓમાંથી બૂમા પાડી રહ્યા છે ભૂખ્યા તરસ્યા લોકો 
 
ચીનના શાંઘાઈમાં કોરોના અને સરકારની કડકાઈ બાદ હોબાળો મચી ગયો છે. 2.6 કરોડની વસ્તીવાળા શહેર ચીનની આર્થિક રાજઘાની કહેવાતી હતી. આજે અહી લોકો અન્નના દાણા માટે તરસી રહ્યા છે.   સરકાર તરફથી પણ લોકડાઉન હળવા થવાની કોઈ આશા નથી.
 
શાંઘાઈના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કેવી રીતે ભોજન, પાણી અને દવા વિના પરેશાન છે. ઘરની બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. હવે લોકો તેમની બાલ્કનીઓ અને બારીઓમાંથી ડોકિયું કરતા જોવા મળે છે. ગુસ્સામાં તેઓ બારીઓમાંથી ચીસો પાડીને સરકાર સામે વિરોધ કરે છે. 
 
જ્યારે લોકોએ બારીઓમાંથી બૂમો પાડીને વિરોધ કર્યો, ત્યારે સરકારે પણ તેની આઝાદીની ઇચ્છાને દબાવી દેવાનું કહીને જવાબ આપ્યો. પ્રશાસને લોકો પર નજર રાખવા માટે ડ્રોન તૈનાત કર્યા છે. આ ઉપરાંત લોકોને સંદેશો પહોંચાડવા માટે પણ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે લોકોએ પોતાની બારી ખોલવી જોઈએ નહીં, તેના કારણે રોગચાળો ફેલાવાનો ભય છે.

 
શાંઘાઈમાં ઘણી જગ્યાએ લોકોની હિંમત જવાબ આપી ગઈ અને હિંસા પણ શરૂ થઈ ગઈ. મોટી સંખ્યામાં લોકો પ્રશાસન સામે રસ્તા પર ઉતરી આવ્યા હતા. 1 એપ્રિલથી સમગ્ર શાંઘાઈમાં કડક લોકડાઉન લાદવામાં આવ્યું છે. સરકારે 2000 આર્મી ડોકટરો અને 10,000 મેડિકલ સ્ટાફને શાંઘાઈ મોકલ્યા છે. અહીં સ્થિતિ એ છે કે ઘણી વખત બાળકોને ક્વોરેન્ટાઇન કરવા માટે તેમના માતા-પિતાથી અલગ પણ કરવામાં આવે છે.