ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 23 માર્ચ 2021 (17:23 IST)

વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રીનો વધુ એક સંવેદના સ્પર્શી નિર્ણય.

- રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા ૪પ વર્ષથી વધુની વયના અને કોમોરબીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે.
- મુખ્યમંત્રીશ્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રી એ કોરોના સંક્રમણ થી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદના થી આ નિર્ણય કર્યો છે