રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (12:28 IST)

મારા પતિને તુ ખૂબ ગમે છે એની સાથે સબંધ રાખીશ તો મને વાંધો નથી

વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ દાવો કર્યો છે કે તેના પૂર્વ બૉસે તેની પત્ની મારફતે શારીરિક સંબંધ બાંધવા માટે તેના પર દબાણ કર્યું હતું. બૉસની આવી માગણી બાદ યુવતીએ નોકરી છોડી દીધી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીની પત્ની તેને કહેતી હતી કે, મારા પતિને તું ખૂબ જ હોટ લાગે છે. તેને તારા સપના પણ આવે છે. સાથે જ આરોપીની પત્ની યુવતીને એવું પણ કહેતી હતી કે જો તું મારા પતિ સાથે સંબંધ રાખીશ તો મને કોઈ વાંધો નથી.
 
મળતી માહિતી પ્રમાણે શહેરમા મનિષા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા ભરત શર્મા વિરુદ્ધ તેની પૂર્વ કર્મચારી એવી યુવતીએ ફરિયાદ આપી છે. યુવતીના કહેવા પ્રમાણે ભરત શર્મા તેને રૂ. છ હજાર પગાર આપતો હતો. તેણે વર્ષ 2017માં નોકરી શરૂ કરી હતી. યુવતીની ફરિયાદ પ્રમાણે પાંચ દિવસ પહેલા ભરત શર્માએ તેને બળજબરીથી ગળે લગાડી હતી. સાથે એવું પણ કહ્યું હતું કે તું જ્યારે મને ગળે લગાડે ત્યારે તારી છાતિનો ભાગ મને અડવો જોઈએ. યુવતીના આક્ષેપ પ્રમાણે ભરત શર્માની પત્ની તેને કહેતી હતી કે ભરતને તું ખૂબ ગમે છે. 

ભરત શર્માએ યુવતીને એવું પણ કહ્યું હતું કે તું જ્યારે નીચે ઝૂકે છે ત્યારે હું બધુ જોઈ શકું છું. યુવતીએ પોલીસમાં આપેલી ફરિયાદ પ્રમાણે ભરતની પત્ની વંદના જ મને એવું કહેતી હતી કે, "તું બહુ હોટ લાગે છે અને મારા પતિને તું ખૂબ જ ગમે છે. ભરતને તારી સાથે મૈત્રી કરવી છે. તે તને ખુશ રાખશે. ભરતને રાત્રે તારા જ સપના આવે છે. તું ભરત સાથે શારીરિક સંબંધ રાખીશ તો મને કોઈ વાંધો નથી. તે તને ખૂબ ખુશ રાખશે. ભરતને જે પસંદ હોય એ મને પસંદ છે.

યુવતીની ફરિયાદ પ્રમાણે ભરત શર્માએ તેને બે ત્રણ વખત આલિંગન કર્યું હતું. આ ઉપરાંત તેની પત્ની પણ આવી વાતો કરી રહી હોવાથી કંટાળીને તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ યુવતીએ તેની સાથે બનેલી ઘટના અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે 2017ના વર્ષમાં ભરત શર્મા એક લોનધારકના ઘરે ગયો હતો. આ સમયે લોનધારકની દીકરી તેના ઘરે હાજર હતી. જે બાદમાં ભરત શર્માએ લોનધારકને તેની દીકરીને નોકરી આપવાની ઓફર કરી હતી.