કોરોનાકાળમાં 15 ઓક્ટોબરે અમદવાદમાં ગ્લોબલ હૅન્ડવૉશિંગ દિવસની કરાઇ ઉજવણી

screenshot of the session
Last Updated: શુક્રવાર, 16 ઑક્ટોબર 2020 (13:06 IST)

કેલોરેક્સ પબ્લિક સ્કૂલ , ઘાટલોડિયા, વર્ષે ગ્લોબલ હેન્ડવોશિંગ ડે 15 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ એક દિવસ સાબુથી હાથ ધોવાના મહત્વ પર વૈશ્વિક જાગૃતિ લાવવાનું એક મંચ છે. કોવિડ-19 રોગચાળો યાદ કરાવે છે કોઈ પણ વાયરસના ફેલાવાને રોકવા અને આરોગ્યના સારા પરિણામોની ખાતરી કરવા માટે હાથ ધોવાનું એ એક સરળ રીત છે. આ વર્ષની ગ્લોબલહેન્ડ વોશિંગ ડે થીમ, બધા માટે હેન્ડ હાઇજીન છે. આ વર્ષની થીમ સમાજને હવે અને ભવિષ્યમાટે સાર્વત્રિક હાથ સ્વચ્છતા પ્રાપ્ત કરવા માટે હાકલ કરી છે.

આ રોગચાણાની સંકટકાળમાં ગ્લોબલ હેન્ડવોશિંગ ડે ની ઉજવણી કરવા માટે કેલોરેક્સ પબ્લિક સ્કૂલ ઘાટલોડિયા અને
પી આર એસ આઈ - અમદાવાદ ચેપ્ટર એ સંયુક્ત રૂપે ધોરણ 1 થી 5 ના પ્રાથમિક વય જૂથના વિદ્યાર્થીઓને હેન્ડવોશિંગના સાર વિશે સંવેદનશીલ ચિત્રો, પેઈન્ટિંગ્સ અને સ્લોગન્સ બનાવવા માટેના અભિયાનનું આયોજન કર્યા, જેમાં તેને જીવનમૂલ્ય તરીકે મૂલવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું.


વિદ્યાર્થીઓને હેન્ડવોશિંગનું મહત્વ થીમ પર આધારિત ઓફલાઇન ફલાઇન ડ્રોઇંગ / પેઈન્ટીંગ સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ અપાયું હતું. 850 થી વધુ વિદ્યાર્થીઓને તેમના રચનાત્મક વિચારો મોકલવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમાંથી વર્ગ મુજબના 25 શ્રેષ્ઠ પેઇંટીંગ્સને એવોર્ડ્સ આપવામાં આવી હતી.

15 ઓક્ટોબર 2020 ના રોજ સવારે 11:30 વાગ્યે, કેલોરેક્સ પબ્લિક શાળા ઘાટલોડિયાના વિદ્યાર્થીઓ માટે એક ઇન્ટરેક્ટિવ લાઇવ સેશનનું આયોજન કરવામાં આવ્યું
હતું, જેમાં માનનીય સ્પીકર્સ શ્રીમતી એકતા ચોક્સી - ડિરેક્ટર, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, જેમેક સર્વિસિસ ઈન્ડિયા પ્રા.લિ.,
સુમન મિત્તલ, એકેડેમિક કોઓર્ડિનેટર, કેલોરેક્સ પબ્લિક સ્કૂલ, અને સ્ટારકોકેર રિસર્ચ લેબ્સના સ્થાપક રજત ગુપ્તા ને આમંત્રિત કરવામાં આવ્યું હતું. સત્રમાં ઝૂમ અને ફેસબુક લાઇવ દ્વારા 900
+ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાની હાજરી જોવા મળી હતી.


બધા વક્તાઓ એ ડ્રોઇંગ / પેઈન્ટીંગ સ્પર્ધાના વિજેતાઓના નામની ઘોષણાકરી અને આવી નમ્ર ઉંમરે તેમની વિચારશીલ રચનાત્મકતા ને બિરદાવી. તેઓ એ માતાપિતા અને શિક્ષકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો જે સર્જનાત્મકતા ને પ્રોત્સાહિત કરવામાં અને મૂળભૂત ટેવો જેવી કે હેન્ડવોશિંગમાં ઉત્તેજન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ પણ વાંચો :