રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 29 સપ્ટેમ્બર 2021 (13:12 IST)

દિલ્લીના ડે.સીએમ મનીષ સિસોદિયાનો ગાંધીનગરમાં કરશે રોડ શો, અક્ષરધામ મંદિરમાં કર્યા દેવદર્શન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાની હાજરી મજબૂતી સાથે નોંધાવી છે. સુરત મહાનગર પાલિકા બાદ આપની નજર ગાંધીનગર નગપાલિકા પર મંડાયેલી છે. આપ ગુજરાતમાં પોતાની પકડને મજબૂત બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે. ત્યારે મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ જંપલાવ્યું છે. 
ddddddddddddddd 
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે આપના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો ગાંધીનગરમાં રોડ શો યોજાવાનો છે. આજે સાંજે સિસોદિયાનો પેથાપુરમાં રોડ શો યોજાશે.
https://fb.watch/8jQzelv0BK/ 
અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા મનીષ સિસોદિયાનું આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી, ભેમાભાઈ ચૌધરી તેમજ પ્રવીણ રામ સહિતના નેતાઓ અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.
 
મનીષ સિસોદિયા ગાંધીનગરના અક્ષરધામમાં દેવદર્શન કર્યા હતા ત્યારબાદ હવે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. ત્યારબાદ ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે પેથાપુરમાં રોડ-શો કરી ચૂંટણી પ્રચાર કરશે.
 
મનીષ સિસોદિયા આજે આખો દિવસ મનપાની ચુંટણી પ્રચારમાં જોડાશે. આપના ગાંધીનગર મનપાના ઉમેદવારો સાથે પણ સિસોદિયા મિટિંગ કરશે. ગાંધીનગરના લોકો અને આપના કાર્યકરો સાથે સિસોદિયાનો સંવાદ યોજાશે.