Dense fog and cold: દિલ્હી-NCRમાં ઠંડી અને ધુમ્મસનો બેવડો હુમલો, 60 ફ્લાઈટ ડાયવર્ટ કરી અને ટ્રેનોને બ્રેક લાગી.
દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસ ચાલુ છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હીમાં આગામી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.
આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તીવ્ર ઠંડીના કારણે નોઈડા સહિત સમગ્ર ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં 29-30 ડિસેમ્બર માટે રજા જાહેર કરવામાં આવી હતી. ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અને ઘણી ટ્રેનોને પણ અસર થઈ હતી.
ગુજરાતના હવામાન પર પડશે. 2 જાન્યુઆરીમાં સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભવનાઓ છે. 4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્ર ફેરફાર થવાની શક્યતા રહેશે.