શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (11:35 IST)

ડિઝિટલ ઈન્ડિયામાં ગુજરાત ભાજપ નિરસ, વિધાનસભાની વેબસાઇટ પર હારેલા ધારાસભ્યોનાં નામ નથી હટાવાયાં

એક તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા સાંસદોને મોબાઇલ એપ,સોશિયલ મિડીયા થકી લોકો સાથે વધુમા વધુ સંપર્કમાં રહેવા સૂચના આપી છે.ડિજીટલ ઇન્ડિયાના જોરે કેન્દ્ર-રાજ્ય સરકારની કામગીરી લોકો સુધી પહોંચડવા ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભાની વેબસાઇટમાં આજેય હારેલાં ધારાસભ્યોના નામ,ફોટા,પરિચય સાથેની વિગતો મોજુદ રહી છે. ભાજપ સરકાર એક બાજુ ડિજીટલાઇઝેશનના જોરે વિકાસશીલ ગુજરાત,ગતીશીલ ગુજરાતના દાવા કરી રહી છે.

સામાન્ય ખેડૂતથી માંડીને બેરોજગાર યુવાને ઓનલાઇન અરજી કરવા ફરજ પાડવામાં આવી રહી છે. ગરીબોને રેશન મેળવવામાં ય ફિંગરપ્રિન્ટ આપવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. કેશલેશ નાણાંકીય વ્યવહાર કરવા સરકાર જ લોકોને કહી રહી છે. ટેકનોક્રેટ ભાજપના રાજમાં ગુજરાત વિધાનસભાની વેબસાઇટના જ ઠેકાણાં નથી. તેરમી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોના ફોટો,પરિચય પૂર્વ ધારાસભ્યોના પેજ પર રાખવાને બદલે મુખ્ય પેજ પર રાખવામાં આવ્યા છે. આજેય હારેલા ધારાસભ્યોના નામ,ફોટા સહિતની વિગતો વેબસાઇટ પર જોવા મળી રહી છે. જોકે,સ્પિકર સહિત કેબિનેટ મંત્રીઓના નામ બદલાયાં છે. આમ,નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની ભાજપ સરકારને જ રસ નથી. જોકે, ભાજપ સરકારને કરોડોના ખર્ચે રિનોવેશન કરવામાં જરુર રસ છે.