ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ડિસેમ્બર 2020 (13:13 IST)

'જૂનાગઢના દીવાને' જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા અભિયાન શરૂ કર્યું

જૂનાગઢના નવાબના પપૌત્ર અહમદઅલીએ પાકિસ્તાનમાં જૂનાગઢની જમીન પર કાયદાકીય દાવો કરતું ઑનલાઈન અભિયાન શરૂ કર્યું છે. તેઓ જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ બનાવવા માગે છે.
 
તાજેતરમાં જ પાકિસ્તાને નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો. જેમાં જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. તેના થોડા મહિના પછી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
 
ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે અહમદઅલીના દાદા નવાબ મહબત ખાને જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું.
 
હાલમાં જ 10 ડિસેમ્બરે જૂનાગઢના દીવાન (વઝીર-એ-આઝમ) તરીકે અહમદઅલીની તેમના પિતા જહાંગીર ખાને નિમણૂક કરી હતી.
 
અલી પાકિસ્તાનમાં મુસ્લિમ ઇન્સ્ટિટ્યુટના ચૅરમૅન છે. તેમણે 'જૂનાગઢ ઇઝ પાકિસ્તાન' નામના અભિયાનની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે, "જૂનાગઢ પાકિસ્તાન છે એ માત્ર નારો નથી પરંતુ મિશન છે અને હું તેના માટે મારી આખી જિંદગી લગાવી દઈશ"
 
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આ મામલે કહ્યું છે, "અલીમાં જૂનાગઢમાં આવવાની હિંમત નથી. પાકિસ્તાનમાં બેસીને ભારતમાંથી જે ભાગ છૂટો ના પડી શકે તેના વડા પ્રધાન પોતાને જાતે જ જાહેર કરવા એ એક ગુલાબી સ્વપ્ન છે, જે ક્યારેય પૂર્ણ નહીં થાય."