રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 14 જૂન 2023 (18:00 IST)

Biparjoy Cycloneની આફત વચ્ચે કચ્છમાં 3.5ની તિવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દૂર

ભચાઉ નજીકા ભૂકંપનો આંચકો અનુભવાયો 
3.5ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આંચકો 
સાંજે 5.05 મિનિટે આવ્યો ભૂકંપનો આંચકો 
ભચાઉથી 5 કીમી દૂર કેંદ્ર બિંદુ નોંધાયો 
 
 
કચ્છમાં સલામતિના ભાગરૂપે 9 ગામોમાં બજારો બંધ રાખવા કચ્છના કલેક્ટરનું જાહેરનામું
 
ભુજઃ ગુજરાતમાં Biparjoy Cyclone હવે વધુ પ્રચંડ બન્યું છે. ત્યારે આવતી કાલે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં કચ્છ પાસેથી વાવાઝોડુ પસાર થવાનું છે. વાવાઝોડુ પસાર થવાનુ હોવાથી 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 જૂને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડુ એટલું પ્રચંડ બન્યું છે કે, તેની આંખની આસપાસના વિસ્તારોમાં વધુ અસર થઈ શકે છે. વાવાઝોડાની આફત સામે વધુ એક આફતનો સામનો કચ્છ કરી રહ્યું છે.વાવાઝોડાની આફત વચ્ચે  સાંજે 5.05 કલાકે કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 5 કિ.મી દુર છે. હાલમાં નુકસાનના કોઇ સમાચાર નથી.
 
કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રાખવા હૂકમ
સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા,નખત્રાણા સહિત 9 ગામોની બજારો આવશ્યક વસ્તુઓ સિવાય 14 જૂને સાંજે 8 વાગ્યાથી 16 જૂને 6 વાગ્યા સુધી બંધ રાખવા કલેકટરે હુકમ કર્યો છે. લખપત અને અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીકનાં ગામોની બજારો સંભવિત ચક્રવાતને લઇ સલામતીના ભાગરૂપે તારીખ 14થી 16 એમ સળંગ ત્રણ દિવસ બંધ રાખવા કચ્છના કલેકટર અમિત અરોરાએ જાહેરનામુ બહાર પાડ્યું છે.જોકે દૂધ, શાકભાજી અને મેડિકલ જેવી જરૂરિયાતના વ્યવસાય ચાલુ રહેશે. 
 
દુકાનો/ગલ્લાઓ/લારીઓ બંધ રાખવા હુકમ
દરિયાકિનારા વિસ્તારના સંભવિત અસર પામનારાં દયાપર, દોલતપર, પાન્ધ્રો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલિયા, કોઠારા, નખત્રાણા ગામોમાં બજારની તમામ દુકાનો/ગલ્લાઓ/લારીઓ બંધ રાખવા હુકમ કર્યો છે. કચ્છ અબડાસા વહીવટીતંત્ર દ્વારા આશીરાવાંઢ અને દરાડવાંઢ ગામના લોકોને જખૌ પ્રાથમિક શાળા સેન્ટર હાઉસમાં સ્થળાંતર કરાયા છે. વહીવટીતંત્ર દ્વારા ભોજન-પાણીની વ્યવસ્થા, આરોગ્ય અને રહેઠાણની પૂરેપૂરી સગવડ કરવામાં આવી છે. જખૌ પ્રાથમિક શાળામાં હાલ 140 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. સેન્ટર હાઉસમાં જિલ્લાના અધિકારીઓ મુલાકાત લઇ તમામ વ્યવસ્થા કરી રહ્યા છે.