શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 12 માર્ચ 2021 (22:27 IST)

IND vs ENG 1st T20: 8 વિકેટથી જીત્યુ ઈગ્લેંડ, શ્રેણીમાં લીધી 1-0 ની બઢત

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી -20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ, ઇંગ્લેન્ડ એ આ મેચ 8 વિકેટથી જીતી લીધી છે. આ પહેલા ટોસ હાર્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 124 રન બનાવ્યા હતા.125 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડે 4.3 ઓવર બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કર્યો. આ મેચ જીતીને ઇંગ્લેન્ડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
 
ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 T-20 શ્રેણીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને મેચ જીતવા 125 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટે 124 રન કર્યા. 48 રનમાં 4 વિકેટ ગુમાવ્યા પછી શ્રેયસ ઐયરે બાજી સંભાળતા પોતાના કરિયરની ત્રીજી ફિફટી મારી. તેણે 48 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 67 રન કર્યા. તે સિવાય ઋષભ પંતે 21 અને હાર્દિક પંડ્યાએ 19 રન કર્યા. અન્ય કોઈ બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યું નહીં.
 
ઇંગ્લેન્ડનો ઓપનર સારી ઇનિંગ્સ રમ્યા બાદ આઉટ થયો હતો. પહેલા જોસ બટલર ગયા. તે 28 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. સાથે જ  જેસન રોય અડધી સદી ચૂકી ગયો. 49 ના સ્કોર પર તે વોશિંગ્ટન સુંદરનો શિકાર થયો. પરંતુ ત્યાં સુધીમાં મેચ ભારતના હાથથી સરકી ગઈ હતી.
 
બટલર અને રોયે લક્ષ્યનો પીછો કરવામાં ઇંગ્લેન્ડને સારી શરૂઆત આપી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 72 રન જોડ્યા હતા. આ ભાગીદારી આઠ ઓવરમાં થઈ હતી. યુઝવેન્દ્ર ચહલે આ ભાગીદારી તોડી ભારતને પ્રથમ સફળતા અપાવી. પરંતુ તે પહેલા પણ ચહલના બોલ પર એલબીડબ્લ્યુની અપીલ થઈ હતી. પરંતુ અમ્પાયરોના કોલથી બટલરનો બચાવ થયો. જો તે સમયે જો કોઈ વિકેટ હોત, તો મેચ રોમાંચક હોત. બટલરે તેની ઇનિંગ્સમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. જેસન રોય પણ થોડા સમય બાદ આઉટ થયો હતો. તે એક રનથી અડધી સદીથી દૂર રહ્યો હતો. તેણે તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ ડેવિડ મલાન અને બેઅર્સોએ ત્રીજી વિકેટ માટે અણનમ 41 રન ઉમેરીને વિજયની ઔપચારિકતાઓ પૂર્ણ કરી.