રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 ડિસેમ્બર 2023 (10:58 IST)

ગુજરાતના ગરબા UNESCOની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં સામેલ

garba
ગુજરાતના ગરબાને યુનેસ્કોએ માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ આજે ​​અહીં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનો આ 15મો વારસો છે.તેમણે કહ્યું કે ગરબા ઉજવણી એ ભૌગોલિક સીમાઓને ઓળંગી ભક્તિ, લિંગ સમાવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતીક કરતી પરંપરા છે.

આ યાદી આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારના અથાક પ્રયાસોનું પ્રમાણ છે. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે  ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને  UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસાને ગ્લોબલ ઓળખ અપાવવા માટે થઈ રહેલા સાર્થક પ્રયાસોનું આ ગૌરવપૂર્ણ પરિણામ ગરબાના સમૃદ્ધ અને પારંપરિક ઇતિહાસને વિશ્વફલક પર ઉજાગર કરશે.