ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (15:32 IST)

ગુજરાતભરમાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 14મી ફેબ્રુઆરીથી શરૂ થશે

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો 14મી ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે. 14મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી દરમ્યાન એ ગૃપ (ફિઝિક્સ, મેથ્સ, કેમિસ્ટ્રી), બી ગૃપ ( ફિઝીક્સ,બાયોલોજી, કેમિસ્ટ્રી)ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. શહેર અને ગ્રામ્ય વિસ્તાર હસ્તકની સ્કૂલોના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોમાં સવારે 10થી 1 અને બપોરે 3થી 5માં પરીક્ષા લેવાશે. અમદાવાદ જિલ્લાના આશરે 13,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ હસ્તકની સ્કૂલોના 20થી વધુ પરીક્ષા સેન્ટરોમાં આ પરીક્ષા થશે.આશરે 6326 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. અમદાવાદ શહેર ડીઓ હસ્તકની સ્કૂલોના 26 પરીક્ષા કેન્દ્રોમાં 8000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની મૂંઝવણને દૂર કરવા માટે બોર્ડ તરફથી હેલ્પ લાઈન કાર્યરત કરાઈ છે. પરીક્ષા માટેની હેલ્પ લાઈન નંબરની જાહેરાત કરવામાં આવી છે. 18002335500 નંબર પરથી સવારે 10થી 630 દરમ્યાન વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણને દૂર કરી શકશે.