રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 જૂન 2022 (12:29 IST)

ગુજરાત બોર્ડનું 86.91% રિઝલ્ટ, ફરી છોકરીઓએ બાજી મારી, વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજરાત બોર્ડ એસએસસી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરિણામ 86.91 ટકા આવ્યું છે. ગુજરાત બોર્ડ 12મા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુલ 3,35,145 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 86.91 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
 
વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ
હંમેશની જેમ આ વખતે પણ છોકરીઓએ છોકરાઓને પાછળ રાખી દીધા છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 89.23% છે, જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67% છે. જિલ્લા કક્ષાની વાત કરીએ તો આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.
 
રાજ્યની 1064 શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ પાસ
આ વખતે સુબીર, છાપી, અલારસા કેન્દ્રમાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ડભોઈ હતું જ્યાં માત્ર 56.43 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ ઉપરાંત 1064 શાળાઓનું 100 ટકા પરિણામ આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ 4.56 ટકા વધુ આવ્યું છે.
 
ગુજરાત બોર્ડની 12મી સાયન્સ અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે રાજ્યમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા આપી હતી. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 12મી મેના રોજ જાહેર થઈ ચૂક્યું છે.