રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 જુલાઈ 2019 (00:36 IST)

RajyaSabha Election: અમિત શાહ ગુજરાત પહોચતા જ કોંગ્રેસ ધારાસભ્યોએ ગાંધીનગર છોડ્યુ

ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની તેમની બે દિવસની મુલાકાતમાં યાત્રા પર પહોચતા જ  ધારાસભ્યોને લઈ પાલનપુરના બાલારામ રિસોર્ટ રવાના થઈ ગઈ છે 5મી જુલાઇએ ગુજરાતની બે રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર સતાવી રહ્યો છે. તેનાથી બચવા માટે કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટ લઇ જવાયા છે.અહીં કોંગ્રેસ દ્વારા 30 રૂમો બૂક કરવામાં આવ્યા છે. એકબાજુ ગુજરાતમાં અમિત શાહ પણ બે દિવસના પ્રવાસે છે. અને તે બાદ રાજ્યસભાની સીટ માટે ચૂંટણી યોજાવાની છે. તેવામાં કોંગ્રેસ દ્વારા ભરવામાં આવેલું આ પગલું 2017નું પુનરાવર્તન હોવાનું લોકો જણાવી રહ્યા છે. 2017માં પણ રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્ય બહારના એક રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. અને તેમની પાસેથી મોબાઈલ સહિતની તમામ વસ્તુએઓ લઈ લેવામાં આવી હતી. અને વોટિંગના દિવસે જ તે લોકોને ગુજરાત લાવવામાં આવ્યા હતા 
પહેલાં ચર્ચા હતી કે, કોંગ્રેસ ધારાસભ્યોને લઈ માઉન્ટ આબુ જશે. પણ બાદમાં કોંગ્રેસ ખાનગી લક્ઝરી બસમાં પાલનપુર ખાતેના બાલારામ રિસોર્ટ પહોંચી હતી.
કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના ધારાસભ્યો બાલારામ રિસોર્ટ પહોંચ્યા છે. કોંગ્રેસ ધારાસભ્યોને લઈ રિસોર્ટમાં ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તો ધારાસભ્યો પર પણ કોંગ્રેસ ચાપતી નજર રાખી રહી છે. જો કે, કોંગ્રેસના  અલ્પેશ ઠાકોર સહિત નવ જેટલાં ધારાસભ્યો આ રિસોર્ટમાં સાથે આવવા જોડાયા નથી. 
 
ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. વિધાનસભામાં 175 બેઠકોમાં હાલ ભાજપ પાસે 100 અને કોંગ્રેસ પાસે 71 બેઠકો છે. આ અગાઉ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ તમામ ધારાસભ્યોને બેંગ્લૉર લઇ ગઇ હતી.