રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 માર્ચ 2021 (16:59 IST)

ગુજરાત હાઈકોર્ટે માં કોલેજ ની ફી માફી માટે ની અરજી ની સુનાવણી હાથ ધરાઈ,શુક્રવાર સુધી માં સરકાર ને જવાબ રજૂ કરવા માટે સૂચન કરાયું.

કોરોના માં શાળા-કોલેજ ઘણા લાંબા સમય સુધી બંધ રહી હતી.સાથે લોકો ના ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે ત્યારે આજે  હાઈકોર્ટે માં ફી મુદ્દે થયેલી અરજી ની સુનાવણી હાથ ધરાઈ હતી .જેમાંલૉકડાઉનના સમયમાં લોકોને પડેલી આર્થિક હાલાકીને ધ્યાને લઈ શાળાઓની જેમ કોલેજ ફીમાં પણ ઘટાડાની માગણી કરાઈ હતી.
 
કોરોના મહામારીના કારણે દરેક વ્યક્તિને આર્થિક રીતે પડી ભાગ્યો છેજોકે શાળાઓમાં ફી ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આવી જ રીતે કોલેજમાં પણ ફી ઘટાડવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સોમવારે આ અરજી પણ સુનાવણી થઈ હતી. અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, જો કોરોના મહામારીને કારણે સ્કૂલો ફી ઘટાડી શકે છે તો કોલેજોમાં ફી પણ ઘટાડી શકાય અને સરકાર ફીના મુદ્દે સ્કૂલ અને કોલેજ માટે અલગ અલગ ધોરણો રાખી શકે નહીં.
 
આ મુદ્દે એડવોકેટ જનરલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ફી મુદ્દે બનાવાયેલી કમિટીઓએ 10 ટકા ફી ઘટાડો સૂચવ્યો છે અને રાજ્ય સરકાર આ મુદ્દે નિર્ણય લેશે. વધુ ફી ઘટાડા અંગે જો કોર્ટ ઓર્ડર કરે તો સરકાર એ મુજબ વર્તશે. હાઈકોર્ટે બંને પક્ષની રજૂઆતો સાંભળી શુક્રવાર સુધીમાં રાજ્ય સરકાર શુ નિર્ણય લેવા માગે છે. તે અંગે કોર્ટને જાણ કરવામાં આવે તેવો આદેશ આપ્યો હતો.