ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ઑગસ્ટ 2022 (19:28 IST)

VIDEO:સાબરમતી તટ પર PM મોદી 'ખાદી ઉત્સવ'માં પહોંચ્યા, મહિલા કારીગરો સાથે ચરખો કાંત્યો

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવયું હતું કે, સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો, અટલ બ્રિજ બે કાંઠા જ નથી જોડતો, તેની ડિઝાઈન અભૂતપૂર્વ છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સહિતના 2 કલાકથી વધુ સમય સુધી મીટિંગ કરી હતી. પીએમ મોદી 2:55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા અને 5:35 વાગ્યે એરપોર્ટ સુધી રોકાયા હતા. ત્યારબાદ રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. અહીં તેઓ ખાદી ઉત્સવમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેમણે રેંટિયો કાંત્યો હતો. ખાદી ઉત્સવ બાદ અટલ ફૂટબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત 'ખાદી ઉત્સવ'માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.

 
PM મોદી આજે સાંજે અમદાવાદમાં જાહેર જનસભાને પણ સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કે, '7500 બહેનો અને દીકરીઓએ આઝાદીના 75 વર્ષની યાદગીરીમાં એકસાથે સ્પિનિંગ વ્હીલ પર યાર્ન કાંતીને નવો ઈતિહાસ રચ્યો છે. આ મારું સદ્ભાગ્ય છે કે મને પણ સ્પિનિંગ વ્હીલ પર યાર્ન કાંતવાનો મોકો મળ્યો. ખાદીનો એ જ દોરો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે.
 
 આવતીકાલે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છના પ્રવાસે જશે, જ્યાં તેઓ કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. તેઓ કચ્છ-ભુજ નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કરશે. તેઓ 1745 કરોડના ખર્ચે 375 કિમી લાંબી કેનાલનું લોકાર્પણ કરશે, જેને લીધે કેનાલથી 948 ગામ અને 10 શહેરને પાણીનો લાભ મળશે. 28 ઓગસ્ટના રોજ તેઓ ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મારુતિ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તેઓ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.