રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 મે 2024 (08:46 IST)

દેશભરમાં ગરમીનું મોજુ, આ તારીખે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે

Weather updates- ઉત્તર ભારત સહિત સમગ્ર દેશને ગરમીએ લપેટમાં લીધું છે. આકરી ગરમીની સાથે સાથે દેશભરમાં ગરમીનું મોજુ યથાવત છે. બપોરના સમયે વધતા તાપમાન અને ગરમીના કારણે લોકોની હાલત દયનીય બની રહી છે. દરરોજ ગરમીનો પારો પોતાના જ રેકોર્ડ તોડી રહ્યો છે. આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ મંગળવારે નોંધાયો હતો. મંગળવારે દિલ્હીમાં તાપમાન 47.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
 
આ તારીખે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 દિવસ સુધી રાજ્યમાં  ગરમી આકરી રહેશે, મહત્ત્મ ઉષ્ણાંતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે અને 26મી મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાનો શક્યતા રહેશે. 
 
દિલ્હીમાં તાજેતરના દિવસોમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે રાજધાનીમાં મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શનિવારે તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે શુક્રવારે 42.5 ડિગ્રી સેલ્સિયસ હતું. સોમવારે દિલ્હીનું તાપમાન 47.4 ડિગ્રીને પાર કરી ગયું હતું.