મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (18:01 IST)

Gujarat Weather- ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે, 24 કલાક બાદ ગરમી વધે તેવી સંભાવના

રાજ્યમાં 24 કલાક બાદ ગરમી વધે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં ગરમી વધશે. 
 
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પરન ફૂંકાવાની સંભાવના છે. આગામી 3 દિવસમાં તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ ફરી તાપમાન વધી જશે.  જ્યારે 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. માર્ચના પહેલા સપ્તાહથી ગરમી વધશે. 
 
નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે માત્ર પશ્ચિમ હિમાલયના પ્રદેશને જ અસર કરી છે, મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીર. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતાં ઓછા વરસાદને કારણે તાપમાન વધારે છે. તેમણે કહ્યું કે અમે આ વિસ્તારો માટે હીટ વેવની ચેતવણી છે. 
 
આગામી ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસમાં પશ્ચિમ ભારતમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસવધી જશે આગામી પાંચ દિવસમાં દેશના બાકીના ભાગોમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી.