રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (12:34 IST)

રાજકોટમાં બાળકીએ નાંકમાં રબરનો ટુકડો નાંખ્યો, ડોક્ટરે દૂરબીનથી પોણો કલાકમાં બહાર કાઢ્યો

suhani trivedi
બાળકો રમત રમતમાં કોઈ પણ જોખમી વસ્તુ ગળી જતાં હોય છે કે પછી નાક કે કાનમાં નાંખી દેતાં વાલીઓેએ દોડાદોડી કરવાનો વારો આવે છે. વાલીઓનું ધ્યાન બાળકો પર નહીં રહેતાં બાળકો આવી ભુલ કરી બેસતાં હોય છે. રાજકોટમાં એક બાળકીએ નાકમાં રબરનો ટુકડો નાંખી દેતાં તે ફસાઈ ગયો હતો. ત્યાર બાદ તેના નાકમાંથી દુર્ગંધ મારતુ પ્રવાહી અને લોહી નીકળવા માંડ્યું હતું.  માતા-પિતાએ અનેક જગ્યાએથી દવા લીધા, પણ બાળકીને કોઈ ફેર જણાતો નહોતો, આથી માતા-પિતા પણ દીકરીને થતી પીડાને લઈને પરેશાન બન્યાં હતાં. અંતે, રાજકોટના સર્જન પાસે પુત્રીને લઈને આવ્યા હતા. ડોક્ટરે દૂરબીન વડે સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને બહાર કાઢ્યો હતો. બાદમાં દીકરીને રાહત થતાં માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો.

નાનાં બાળકો રમતાં રમતાં કાન કે નાકમાં અમુક વસ્તુઓ નાખી દેતાં હોય છે. એનાથી કેવી ગંભીર પરિસ્થિતિ ઉદભવે એવો જ એક કિસ્સો અમારી હોસ્પિટલમાં તાજેતરમાં નોંધાયો હતો. સુહાની ત્રિવેદીને ત્રણ મહિનાથી જમણી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી આવતું હતું તેમજ નાક બંધ રહેવાની ફરિયાદ સાથે તેનાં માતા-પિતા મારી પાસે લઈ આવ્યા હતા. પ્રાથમિક અમે દૂરબીન વડે જોયું તો એવું લાગ્યું કે નાકમાં કંઈક પીળા કલરનું છે, જે રસી જેવું લાગતું હતું. સુહાનીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે વારંવાર સુહાનીને શરદી થઈ જતી હતી. આથી અમે અનેક જગ્યાએથી દવા લીધી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરંતુ દૂરબીનથી તપાસ કરી ઓપરેશન થિયેટરમાં લઈ જઈને આ વસ્તુ કાઢવામાં આવી. જે જોઈને હું અને તેનાં માતા-પિતા પણ અચંબિત થઈ ગયાં હતાં, કારણ કે એ એક રબરનો ટુકડો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી નાકની જમણી બાજુમાં ફસાયેલો હતો. રબરના ટુકડાને લીધે જ બાળકીને આ બધી તકલીફ થતી હતી, આથી બાળકો જ્યારે કાન, નાક કે ગળામાં કોઈપણ વસ્તુ નાખી દે ત્યારે સામાન્ય બાબત ગંભીરતામાં પરિણમે છે. વાલીઓ માટે ચેતવણીરૂપ આ કિસ્સો છે. તમારું બાળક રમતું હોય ત્યારે ધ્યાન રાખો.

તેમણે આગળ જણાવ્યું હતું કે બાળકીનાં માતા-પિતા પણ ખૂબ જ અચંબામાં પડી ગયાં કે બાળકીએ ક્યારે આ રબર નાકમાં નાખી દીધું એ તેમને પણ જાણ નહોતી. છેલ્લા ત્રણ મહિનાથી બાળકી ખૂબ જ પરેશાન હતી, પરંતુ દૂરબીનથી ફસાયેલા રબરનો ટુકડો ગણતરીની મિનિટોમાં બહાર કાઢી બાળકીને યાતનામુકત કરી હતી.