ગુજરાતના આ શહેરમાં સ્માર્ટ મીટરનું બિલ આવ્યું રૂપિયા 9 લાખ, ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઇ
ગુજરાતના વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનું બિલ રૂપિયા 9 લાખ આવ્યું છે. જેમાં ગ્રાહકના પગ તળેથી જમીન સરકી ગઇ છે. તેમાં પ્રતિમાસ 5134ના હપ્તાનો મોબાઈલ પર મેસેજ આવ્યો હતો. મોબાઇલમાં મેસજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમાં 9,24,254નું બિલ આવતા MGVCLમાં ફરિયાદ કરી છે.
સ્માર્ટ મીટરને લઇને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં સ્માર્ટ મીટરનો વિરોધ થઇ રહ્યો છે. ગોરવા વિસ્તારના ગ્રાહકનું રૂપિયા 9,24,254નું બિલ આવ્યુ છે.સામાન્ય રીતે તેમનું બીલ દર મહિને 2 હજારની આસપાસ આવે છે અને અને સ્માર્ટ મીટર લગાવતાની સાથેજ લાખોનું બિલ જોતા સમગ્ર મામલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. તમારા ઘરનું લાઇટ બીલ 9,24,254 રૂપિયા બાકી છે, તેવો મેસેજ આવ્યો હતો. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય સાથે આવું જ કંઇક બન્યું છે.મૃત્યુંજય ગોરવા વિસ્તારની રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે અને સેન્ટ્રલ ગર્વમેન્ટમાં સર્વિસ કરે છે. તેમના મોબાઇલમાં લાઇટ બીલની આટલી મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા ટેન્શનમાં આવી હતા. જો કે, તેમને વેકેશનમાં વતન કોલકત્તા જવાનું હોવાથી તેઓ આ મામલે વધુ તપાસ કરી શક્યા નથી.
ગ્રાહક મૃત્યુંજયે જણાવ્યું હતું કે, હું ગોરવા વિસ્તારમાં આવેલી રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં છેલ્લા 7 વર્ષથી ભાડેથી રહુ છું. મારે દર મહિને એવરેજ 2 હજાર રૂપિયાની આસપાસ લાઇટ બીલ આવે છે અને 4થી 5 દિવસ પહેલા મારા મોબાઇલમાં મેસેજ આવ્યો હતો કે, તમારું સ્માર્ટ મીટર ઇન્ટોલ થઇ ગયું છે અને તમારું આઉટ સ્ટેન્ડિંગ 9,24,254 રૂપિયા છે અને દર મહિને 5 હજાર રૂપિયા તમારે ભરવાના રહેશે.