રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 એપ્રિલ 2021 (07:13 IST)

કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક દિવસમાં 3.54 લાખથી વધુ કેસ અને 2806 મોત....ક્યારે થંભશે તબાહીનુ આ તાંડવ

દેશમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.  વર્લ્ડોમીટર મુજબ રવિવારે એક દિવસમાં કોરોનાના રેકોર્ડ 3,54,531 નવા કેસ મળ્યા. આ કોઈ એક દેશમાં એક દિવસમાં મળેલા નવા કોરોના સંક્રમિતોની દુનિયામાં સૌથી વધુ સંક્યા છે.  આ દરમિયાન સંક્રમણથી રેકોર્ડ 2806 લોકોના મોત થઈ ગયા. દેશમાં એક દિવસમાં મહામારીથી જીવ ગુમાવનારાઓની સૌથી મોટી સંખ્યા છે. 
 
દેશમાં અનેક દિવસોથી સૌથી નવા દર્દીઓ અને મોતોની સૌથી વધુ સંખ્યા નોંધાય રહી છે. આ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે નવા સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખથી વધુ હોય. જેને કારણે સંક્રમણના કુલ મામલા વધીને 1 કરોડ 73 લાખ 4 હજાર 308 પર પહોંચી ગયા છે. જ્યારે કે મૃતકોની કુલ સંખ્યા 1 લાખ 95 હજાર 116 પર પહોંચી ગઈ છે.
 
સારવાર કરાવતા દર્દીઓ વધીને 16.2 ટકા થયા. 
 
સારવાર કરાવતા દર્દીઓની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં આજે દર્દીઓની કુલ સંખ્યા 28 લાખ 7 હજાર 333 છે, જે સંકમણના કુલ કેસના 16.2 ટકા છે.
 
સાજા થવાનો દર ઘટીને 82.6 ટકા થયો 
 
કોરોનાથી સાજા થનારા લોકોનો દર ઘટીને 82.6 ટકા થયો છે. સૂત્રો તરફથી મળતા આંકડા મુજબ આ બીમારીથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 1,42,96,640 થઈ છે જ્યારે મૃત્યુ દર ઘટીને 1.13 ટકા થઈ ગયો છે.
 
સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં 
દેશમાં એક જ દિવસમાં જે 2,806 દર્દીઓના મોત થયા છે તેમાંથી 832 મહારાષ્ટ્રમાં મોત થયા. દિલ્હીમાં 350. યુપીમાં 206, છત્તીસગઢમાં 199, કર્ણાટક 143, ગુજરાત 157, ઝારખંડ 103 અને બિહારમાં 56ના મોત થયા. 
 
27.7 કરોડથી વધુ તપાસ 
 
ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધના પરિષદ મુજબ 25 એપ્રિલ સુધી 27,79,18,810 સેમ્પલની તપાસ થઈ ચુકી છે જેમાથી 17,19,588 સેમ્પલની તપાસ શનિવારે કરવામાં આવી.