ગુજરાતના ચાર મહાનગરમાં કર્ફ્યૂ યથાવત્ રહેશે - વિજય રૂપાણી

rupani
Last Modified શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (14:45 IST)
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે આગામી પંદર દિવસ સુધી રાજ્યના ચાર મહાનગરમાં રાત્રી 10 વાગ્યા પછીનો કર્ફ્યૂ યથાવત્ રહેશે. કોઈ છૂટછાટ આપણે આપતા નથી.
તેમણે છુટછાટ ન આપવાનું કારણ જણાવી કહ્યું, "આ એટલા માટે કે ખૂબ કેસ કંટ્રોલ થઈ રહ્યા છે. થોડી ધીરજ અને થોડો સહકાર લોકો આપે પછી યોગ્ય લાગે તે પ્રમાણે અમે નિર્ણય કરીશું."

ગુજરાતમાં દિવાળી બાદ વધેલા કોરોના વાઇરસના કેસને કાબૂમાં લેવા માટે 4 મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો.

પહેલાં 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. પછી તેમાં ફેરફાર કરીને રાત્રીના 10થી 6 સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો :