શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (14:08 IST)

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ સાથે બે શંકાસ્પદ શખ્સ ઝડપાયા

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તમાન સમયમાં તણાવ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અવારનવાર પાકિસ્તાન દ્વારા ભારતમાં ઘૂષણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ તણાવ ભર્યા માહોલ વચ્ચે કચ્છના હરામીનાળાની દરિયાઇ સીમા પરથી એક બોટ સાથે બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આ બંને શખ્સો પાકિસ્તાની માછીમારો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, બીએસએફની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
 
કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી એક બોટ સાથે બે શંકાસ્પદ વ્યક્તિઓ ઝડપાયા હતા. ભારતીય દરિયાઈ બોર્ડરમાં આવેલા હરામીનાળામાં વિસ્તારમાં ભારતીય બીએસએફની એક ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન બીએસએફ દ્વારા બે ઘૂસણખોરોને પકડી પડવામાં આવ્યા હતા. સાંજે 5.30 વાગ્યાની આસપાસના સમયે બીએસએફના જવાનોએ બોટનો પીછો કરીને બંને માછીમારોને પકડી પાડ્યા હતા. તે દરમિયાન તેમની પાસેથી માછીમારીનો સમાન તથા માછલીઓનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, ત્યારબાદ બીએસએફએ દ્વારા સમગ્ર ક્ષેત્રમાં તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમનું આ સર્ચ ઓપરેશન લાંબા સમય સુધી ચાલ્યું હતું. પરંતુ તે દરમિયાન તેમને તે વસ્તારમાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
 
10 દિવસ પહેલા પણ મળી હતી 5 બોટ
આ પહેલા 12 ઓક્ટોબરે પણ ગુજરાતના દરિયા કિનારે કચ્છ સર ક્રીક પરથી લગભગ પાંચ બિનવારસી કિસ્તાની બોટ મળી હતી. સવારે 11 વાગ્યાની આસપાસ બીએસએફની પેટ્રોલિંગ ટીમને ભારત-પાક સરહદ પાસે હરામીનાળા પાસેથી આ બોટ મળી હતી. બોટ કબજે કર્યા બાદ બીએસએફ દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોટમાં માછીમારીના સાધનો મળી આવ્યા હતા.
 
ગુજરાતમાં આ હરામીનાળા પાસે અનેક શંકાસ્પદ બોટ મળી આવી છે. હરામીનાળા આંતરરાષ્ટ્રીય બોર્ડરના વર્ટિંગલ લાઇનથી પાકિસ્તાન તરફથી નીકળે છે. તેનું રક્ષણ કરવું એક પડકારજનક કાર્ય છે. ભારતની વ્યૂહરચનાની દ્રષ્ટિએ તે અત્યંત મહત્વપૂર્ણ 1175 પોસ્ટથી પાંચ કિમી દૂર છે, ત્યાં પાકિસ્તાની ગામો છે.