શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ડિસેમ્બર 2022 (14:55 IST)

જાણો કેમ સાયબર ક્રાઈમે લોન આપતી 400 જેટલી એપ્લિકેશનને બંધ કરાવી દીધી

money salary
કોઈ વ્યક્તિ ઓનલાઈન એપલીકેશન મારફતે લોન લેવાનો પ્રયાસ કરે તો પહેલા તો ત્રણ કે ચાર સ્ટેપમાં લોન મળી જશે તેવી વાત કર્યા બાદ તે વ્યક્તિના એકાઉન્ટમાં 25 થી 30 ટકા રકમ કાપીને રૂપિયા જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ તેની પાસેથી સાત જ દિવસમાં ઉઘરાણી કરવામાં આવે છે જો તે વ્યક્તિ રૂપિયાના ચૂકવી શકે તો તેના વ્યક્તિગત ફોટા અને બીભજ લખાણ તેના પરિવારને મોકલવામાં આવે તેવી ધમકીઓ પણ આપવામાં આવે છે.

આ રીતે ચાલતા નેટવર્ક પર અમદાવાદ સાયબર ક્રાઇમ એ શકન જોકસીને લોન ઓનલાઇન ગેમ અને ઇન્વેસ્ટમેન્ટ ના નામે ચીટીંગ કરતી બોગસ એપ્લિકેશન સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરી છે. હાલ આ તમામ બોગસ એપ્લિકેશન અમદાવાદ સાઇબર ક્રાઇમ એ બંધ કરાવી દીધી છે.સામાન્ય રીતે હાલ લોકોને ઝડપથી રૂપિયા મેળવવા માટે અલગ અલગ ઈન્ટરનેટના માધ્યમથી એપ્લિકેશન હોય કે લિંક લોન લેવા કે ઓવરડ્રાફ્ટ લેવા માટે પ્રયાસ કરતા હોય છે જે માટે લોભામણી લાલચુ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ હોય છે. જેમાં કોઈને લોન જોતી હોય તો અમુક બટન દબાવો અને લોન મળી જશે તેવી લાલચ આપવામાં આવે છે. પરંતુ તેની પાછળ આખો કારોબાર મોટો છે જેમાં લોકોને રીતસર છેતરવામાં આવે છે. લોનના સમય મર્યાદા પહેલા જ તેમને રૂપિયા માંગવામાં આવે છે અને કમિશન પેટે પહેલાથી જ રૂપિયા કાપી લેવામાં આવે છે, જ્યારે તે વ્યક્તિ પાસે લોનની ઉઘરાણી કરવામાં આવ્યા અને તે રૂપિયાના ચૂકવે તો તેની સામે ધમકી આપવામાં આવે છે અને તેના વ્યક્તિગત ફોટો ઓન ઇન્ટરનેટ પર મૂકી દેવા માટેની ધમકાવવામાં આવે છે. આ બધાની સાથે અનેક લોકો આમાં ભોગ બને છે પરંતુ તેઓ શરમના માર્યા ફરિયાદ કરતા નથી.બીજી અન્ય એક મોર્ડસ એપ્રેન્ટીમાં એવું સામે આવ્યું છે કે, લોકો ઓનલાઈન ગેમ રમે છે જે ગેમમાં અમુક સ્ટેજ પાર કર્યા પછી તેમને અમુક રકમ તેમના ખાતામાં મળશે તેવું જણાવવામાં આવે છે અથવા પહેલા એડવાન્સ રૂપિયા જમા કરાવવાની વાત કરવામાં આવે છે. એક વખત કોઈ વ્યક્તિ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે ત્યારે એના ફોન નો મોટાભાગનો ડેટા સામેવાળાના સરોવરમાં સેવ થઈ જાય છે અને ત્યારબાદ તેના પર્સનલ ડેટાથી લઈને તમામ કોલ લોગ કે ઇન્ટરનેટ પેમેન્ટ માધ્યમ તમામ સ્કેન થઈ જાય છે એટલે તેમના પણ રૂપિયા જવાના અનેક બનાવો સામે આવ્યા છે.