ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ: , સોમવાર, 15 જુલાઈ 2019 (10:39 IST)

લિટલ અને યુવા જાયન્ટસ કબડ્ડી સ્પર્ધાની સુરતે હાંસલ કરી ટ્રોફી

ગુજરાતમાંથી  કબડ્ડીના ખેલાડીઓની ભાવિ પેઢી  તૈયાર કરવાના ઉદ્દેશથી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ દ્વારા આયોજીત ઈન્ટર-સ્કૂલ અને ઈન્ટર-કોલેજ કબડ્ડી ટુર્નામેન્સનુ સમાપન થયું હતું. શ્રીમતી ગજેરા પ્રાથમિક શાળા, સુરતના લિટલ જાયન્ટસ અને એમ.ટી.બી. આર્ટસ કોલેજ, સુરતના યુવા જાયન્ટસે વિજેતાની ટ્રોફી હાંસલ કરી હતી.
 
અત્યંત રસાકસીભરી બનેલી ફાયનલ મેચમાં શ્રીમતી ગજેરા પ્રાથમિક શાળાએ સંત શ્રી અસારામજી ગુરુકુલનેને ૪૭-૨૭ ગુણના માર્જીનથી હરાવી લિટલ જાયન્ટસ ટ્રોફીની વિજેતા બની હતી, જ્યારે એમ.ટી.બી. આર્ટસ કોલેજએ પારૂલ યુનિવર્સીટી ટીમને ૨૦-૧૯ ગુણના માર્જીનથી હરાવીને યુવા જાયન્ટસની ટ્રોફી હાંસલ કરી હતી. 
 
અમદાવાદમાં જ્યાં આ બધી મેચ યોજાઈ હતી તે અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા કબડ્ડી, કબડ્ડી ના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને દર્શકો ઉત્તમ રમત દાખવે તે માટે ખેલાડીઓને  ચીયર કરી પ્રોત્સાહિત કરી રહ્યા હતા. ગુજરાત ફોરચ્યુન જાયન્ટસના કોચ મનપ્રિત સિંઘ અને પરવેશ ભૈસ્વાલ, રોહિત ગુલીયા અને સચીન તનવર સહિતના ખેલાડીઓ પણ રમતમાં સામેલ થયેલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા હાજર રહ્યા હતા.
 
લિટલ જાયન્ટસ ઈન્ટર સ્કૂલ કબડ્ડી ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 29 જૂનના રોજ થયો હતો અને તેના પ્રારંભિક રાઉન્ડમાં  અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની 128 સ્કૂલો સામેલ થઈ હતી અને તેમાંથી દરેક શહેરની ચાર ટીમ ફાયનલ્સમાં પહોંચી હતી.
 
યુવા જાયન્ટસ ઈન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટનો તા. 30 જૂનના રોજ પ્રારંભ થયો હતો તેમાં 57 કોલેજોની ટીમ્સ સામેલ થઈ હતી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આ દરેક શહેરની બે ટીમ શુક્રવારે ફાયનલ્સમાં ઉતરી હતી.
 
ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ દ્વારા આયોજીત લિટલ જાયન્ટસ ઈન્ટર સ્કૂલ કબડ્ડી ટુર્નામેન્ટ અને યુવા જાયન્ટસ-ઈન્ટર કોલેજ કબડ્ડી ટુર્નામેન્ટસ એ રાજ્યમાં કબડ્ડીને એક રમત તરીકે લોકપ્રિય બનાવી વધુને વધુ યુવાનો તેને વ્યવસાયિક ધોરણે અપનાવે અને ગુજરાત કબડ્ડીનુ પાવરહાઉસ બને તે માટેનો પ્રયાસ છે. લિટલ જાયન્ટસની આ ત્રીજી એડિશન અને યુવા જાયન્ટસની આ બીજી એડિશન હતી.