રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 28 માર્ચ 2021 (08:05 IST)

સુરતના મેયર હેમાલી બોઘાવાલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

સુરતના મેયર પણ હવે કોરોના સંક્રમણ થી બાકાત રહ્યા નથી નવનિયુક્ત મેયર હેમાલી બોઘાવાલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેયર બન્યા બાદ સતત અલગ-અલગ કાર્યક્રમોમાં લોકોની વચ્ચે જતા મેયર હેમાલી ગોગા વાળા પણ કોરોના સંક્રમિત થયા છે સાંજે તેમને કોરોના સંક્રમણ ના લક્ષણો જણાતા ડોક્ટરે તેમને rt pcr રિપોર્ટ કઢાવી લેવા માટે સૂચન કર્યું હતું. હેમાલી બોઘાવાલા નો આર ટી સી આર રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ તેઓ હોમ કોરાંટાઇન  થયા છે.
 
શહેરમાં આજે પણ ૬૦૦ કરતાં વધારે કોરોના પોઝિટિવ નો આગ પહોંચ્યો હતો છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે ભાજપના કોર્પોરેટરો પણ તેનાથી બાકાત રહ્યા નથી આજે વધુ એક કોર્પોરેટર વોર્ડ નંબર 9ના રાજન પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો તેઓ પણ હાલ હોમ કોર્નટાઇન છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણ અંકુશમાં આવવાનું નામ નથી લઈ રહ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવા છતાં પણ કોરોના સંક્રમણ શહેરમાં સતત વધી રહ્યું છે.
 
કોરોના નો નવો ટ્રેન ખૂબ જ ઘાતક પુરવાર થઇ રહ્યો છે.મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. જે કોર્પોરેશનના અધિકારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. કોરોના સંક્રમિત આજે વધુ બે લોકોના મોત નિપજ્યા છે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે કે જે પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હોય તે પોતે હોમ કોર્નટાઇનમાં રહે પરંતુ સાથે સાથે તેમના ઘરના અન્ય સભ્યો પણ હોમ કોર્નટાઇનમાં રહે તે શહેરના હિતમાં છે