રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 18 જુલાઈ 2021 (20:14 IST)

ઉંદરો બેગમાં રાખેલા બે લાખ કાતરી નાખ્યા, પેટનું ઓપરેશન કરાવવા ખેડૂતે પૈસા એકત્ર કર્યા હતા

ઉંદરો પૈસાના નુકશાનના જુદા-જુદા કેસ તમે જોયા અને સાંભળ્યા હશે. વ્યાપારમાં નુકસાનથી છેતરપિંડી, છેતરપિંડી જેવા ઘણા કેસો સુધી દરરોજ સાંભળતા જ રહે છે. પણ તેલંગામામા એક ખેડૂતને જે પ્રકારનો 
નુકશાન થયુ છે તેને સાંભળીને તમે ચોકી જશો. હકીકતમાં અહીં એક ખેડૂતના બેગમાં રાખેલા રૂપિયા ઉંદરએ કાતરી લીધું. તે પણ હજાર -બેજાર નહી પણ પૂરા બે લાખ રૂપિયા. 
 
કપડના બેગમાં અલમારીમાં રાખ્યા હતા 
રેડ્ડી નાયક નેલંગાનાના ઈંડિરાનગર થાંડાના વેમનૂર ગામના રહેવાસી ખેડૂત છે. તેણે તેમના રૂપિયાને એક બેગમાં નાખી અલમારીમાં રાખ્યા હતા. ઇન્ડિયા ટુડે વેબસાઇટના સમાચાર મુજબ રેડ્ડીએ પેટના ઓપરેશન 
માટે આ નાણાં એકઠા કર્યા હતા. પૂરા પૈસા પાંચ-પાંચસો રૂપિયાની નોટના રૂપમાં હતો. રેડ્ડીના જણાવ્યા મુજબ તેણે શાકભાજી વેચીને કેટલાક પૈસા એકઠા કર્યા હતા. તેમજ કેટલાક પૈસા સબંધીથી માંગીને એકઠા કર્યા હતા. આખી રકમ બે લાખની હતી, જે કાપડની થેલીમાં ભરીને આલમારીમાં રાખી હતી. એક દિવસ જ્યારે તેણે આલમારી ખોલી ત્યારે તેણે જોયું કે બધા પૈસા ઉંદરોએ કાતરી નાખ્યા છે. 
 
બેંકએ પણ ના પાડી 
રેડ્ડીએ જણાવ્યુ કે તેણે ફાટેલ નોટને બદલવા માટે ઘણી બેંકોથી સંપર્ક કર્યો પણ બધા બેંકોએ સાફ ના પાડી દીધી. પણ બેંકોએ તેણે તેમની સમસ્યાને આરબીઆઈની હેદરાબાદ શાખાને જણાવવા માટે જરૂર કહ્યુ છે ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ તાજેતરમાં બેંકોને નિર્દેશ આપ્યુ છે કે કાપી-ફાટી નોટને બદલાય. પણ ઉંદરો દ્વારા અડધા કાતરેલા નોટનો કેસનો સમાધાન નથી જોવાઈ રહ્યુ છે.