ચાર નરાધમોએ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા ગામ લોકોએ પાઠ ભણાવ્યો

Last Modified શનિવાર, 5 ઑક્ટોબર 2019 (12:30 IST)

રાજ્યમાં દિન-પ્રતિદિન બળાત્કાર અને છેડતી જેવા કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કેટલીક વાર મહિલાઓ કે, યુવતીઓ દ્વારા પ્રતિકાર કરવાના કારણે છેડતી કરતા યુવકોને માર ખાવાનો વારો આવે છે. આ પ્રકારનો કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે. ભરૂચના સાગઠલા ગામની એક મહિલા શૌચ કરવા માટે નીકળી હતી ત્યારે ચાર જેટલા નરાધમોએ શૌચ કરવા ગયેલી મહિલાને હવશનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને ચારેય નરાધમોએ મહિલાને પકડીને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પ્રતિકાર કરતા નરાધમોએ મહિલાના મોમા માટી ભરીને મહિલા સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને કાદવમાં સુવડાવી દીધી હતી, આ ચાર નરાધમો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે કેટલીક મહિલાઓ રસ્તા પરથી પસાર થઇ રહી હતી અને આ ઘટના જોતા મહિલાઓએ નરાધમોથી મહિલાને છોડાવીને ચારેય નરાધમોને માર માર્યો હતો.

આ ઘટનાની જાણ ગામ લોકોને થતા ગામના અન્ય લોકો પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ચારેય નરાધમોને ઢોર માર માર્યો હતો. મહિલાઓએ નરાધમોને ચપ્પલ વડે માર માર્યો હતો. ગામની મહિલાઓની સાથે પુરુષોએ પણ આ ચારેય નરાધમોને પાઠ ભણાવ્યો હતો. ગામના લોકોના હાથમાંથી આ નરાધમોએ છટકવાના ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ ગામના લોકોએ ચારેયને ઘેરી લીધા હોવાના કારણે તેઓ ભાગવામાં સફળ રહ્યા નહોતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસે ચારેય નરાધમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ચારેયની અટકાયત કરી હતી.


આ પણ વાંચો :