સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (20:41 IST)

હાર્દિક પટેલ ના ખાસ ગણાતા નિખીલ સવાણીએ પણ પકડ્યું ઝાડું, વિધીવત આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાત યુથ કોંગ્રેસમાં આંતરીક ખેંચતાણ અને વિરોધનો ભોગ બનેલા અને પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલના સાથી નિખિલ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નિખિલ સવાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા અને મનોજભાઈ સહિતના નેતાઓએ જે કામ કર્યું છે ખેડૂતો માટે, યુવાનો માટે તેમજ શિક્ષણની વાત હોય તમામ માટે વિપક્ષમાં ન હોવા છતાં વિપક્ષમાં બેસી અને જે કામ આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે તેનાથી પ્રેરાઈ આજે પાર્ટીમાં જોડાયો છું.