શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 20 ઑક્ટોબર 2022 (09:32 IST)

નીતિન પટેલ બોલ્યા, દરેક બાબતમાં વ્યક્તિને કોઈને કોઈ નડતું જ હોય છે

nitin patel
મહેસાણામાં નીતિન પટેલે જણાવ્યું કે કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા એવી નથી કે સારા કામમાં નડતર ન હોય. દરેક બાબતમાં વ્યક્તિને કોઈને કોઈ નડતું જ હોય છે. હું 1975માં પહેલી વખત જયારે નગરપાલિકામાં સભ્ય બન્યો હતો ત્યારથી કોઈને કોઈ નડતર આવી જ રહી છે. દરેક વ્યક્તિને તમામ પ્રકારની અડચણનો સામનો કરવો જ પડે છે. કેટલીક નકારાત્મક વ્યક્તિઓને બાજુ પર મુકીને પ્રજાએ મને સ્વીકાર્યો છે.બીજી તરફ નીતિન પટેલે નામ આપ્યા વગર પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે નગરપાલિકાથી લઇને આજ સુધી ચૂંટણીઓમાં મને કોઈને કોઈ નડ્યું જ છે.

નીતિન પટેલે પોતાના રાજકીય નડતરો વિશે દેખીતી રીતે કોઈ જ પ્રકારની સ્પસ્ટતા કરી ન હતી. તેઓએ વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં તે અંગે પણ હાલ નક્કી નથી તેવું કીધું હતું. જો.કે ચૂંટણી અગાઉ તેમણે હાલ અલગ અલગ નિવેદનોના આધરે પ્રચારનો માહોલ જમાવી દીધો છે. પાટણમાં ભાજપના કાર્યક્રમમાં તેમણે સ્ટેજ પરથી લવ જેહાદના ષડયંત્ર સાથે સંકળાયેલા તત્વોને પોતાના અંદાજમાં હાંકલ કરી હતી.મંગળવારે પાટણ ખાતે ગૌરવ યાત્રા દરમિયાન એક જાહેર સભામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લવ જેહાદ મુદ્દે ચોંકાવનારું નિવેદન આપતા હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યની બેન દીકરીઓની છેડતી કરે ત્યારપછી સરકાર કડક થાય અને પછી કહે તમે કોમને હેરાન કરો છો. તો હું એમ કહું છું કે તમે જાત જાતના ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર નથી પાડતા કે કોઈએ હિંદુ છોકરી સાથે લગ્ન કરવા નહીં, ત્યારે તો મારા બેટા આપણી છોકરીઓને લઈ જઈ ખાનગીમાં નિકાહ પઢાઈ લે છે. તો એ વખતે એવો ફતવો બહાર પાડવો જોઈએ છે. વધુમાં કહ્યું કે મોટા મોટા મૌલાનાઓ, મોટા મોટા મુલ્લાઓ ફતવો બહાર પાડે છે કે કોઈએ હિન્દુની દીકરી સાથે લગ્ન કરવા નહીં, આ ફતવો બહાર પાડશો તો લવ જેહાદ બંધ થઇ જશે. સરકારની જમીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી, દેશદ્રોહી પ્રવૃત્તિ કરવી, બેટ દ્વારકા દરિયા પછી પાકિસ્તાનનો દરિયો આવે બોર્ડર પર જ્યાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ભાજપ સરકાર ચલાવી નહીં લે કારણકે કોઇપણ પ્રકારનું દબાણ હોય તે ચલાવી લેવામાં નહીં આવે તેમ તેમણે જણાવ્યું હતું.