ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (12:58 IST)

નોબલ હાઈજીન અને લાયન્સ ક્લબ્સ દ્વારા વાર્ષિક 1000થી વધુ વૃદ્ધાશ્રમોને રૂ. 30 કરોડથી વધુ લાભ મળે છે

એડલ્ટ ડાયપર્સમાં બજાર આગેવાન નોબલ હાઈજીને દુનિયાની અગ્રણી માનવતાવાદી સંસ્થા લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ (ઈન્ડિયા) સાથે સહયોગમાં દર વર્ષે 50 ટકાના રાહતના દરે દેશભરના 50,000થી વધુ વરિષ્ઠ નાગરિકોને એડલ્ટ ડાયપર્સનો પુરવઠો કરવા માટે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા છે.

આ ઝુંબેશ પુખ્તોના પેશાબ પર નિયંત્રણ ન હોવું અથવા બેકાબૂ થઈને પેશાબ છૂટી જવાની વારંવારની સમસ્યા પ્રત્યે કેન્દ્રિત છે. વરિષ્ઠ નાગરિકોમાં સામાન્ય રીતે આ સમસ્યા જોવા મળે છે. ભારતમાં 6400 લાયન્સ ક્લબ્સના નેટવર્ક મારફત નોબલ હાઈજીન વાર્ષિક કમસેકમ 1000થી વધુ વૃદ્ધાશ્રમોને રૂ. 30 કરોડના લાભો આપવાની યોજના બનાવી રહી છે.

લાયન્સ ક્લબ્સ, ઈન્ડિયા સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા કરવાના અવસરે બોલતાં નોબલ હાઈજીનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કમલ જોહરીએ જણાવ્યું હતું કે ભારતમાં આશરે 9 કરોડ લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે અને આ આંકડો 2050 સુધી 30 કરોડને સ્પર્શી જવાની અપેક્ષા છે. નોબલ હાઈજીન હંમેશાં માનતી આવી છે કે દરેક વરિષ્ઠ નાગરિકોએ સન્માનિત જીવન જીવવું જોઈએ. પેશાબ પર કાબૂ ન હોવાની સમસ્યા સાથે જીવવું તે હલનચલન પર નિયંત્રણો લાવે છે અને તેને લીધે વરિષ્ઠ નાગરિકોનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. આથી અમે આ સમસ્યામાંથી તેમને બહાર લાવીને સક્રિય જીવન જીવવા માટે પ્રેરિત કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.
વૃદ્ધાવસ્થાને મોટે ભાગે બાળપણ પાછું આવ્યું એવું ગણવામાં આવે છે. એજીઈંગ વિવિધ જૈવિક સમસ્યાઓ લઈને આવે છે. આમાંથી એક સૌથી સામાન્ય સમસ્યા પેશાબ પર કાબૂ ન હોવાની સમસ્યા છે, જે તીવ્ર હતાશા પેદા કરવા સાથે પીડિત વ્યક્તિ અને તેમના પરિવારના જીવનની ગુણવત્તાને પણ અસર કરે છે.
બજારમાં આજે અનેક એડલ્ટ ડાયપર બ્રાન્ડ્સ ઉપલબ્ધ હોઈ સામાજિક આભડછેટ રાખ્યા વિના નિશ્ચિંત રહીને જીવવા માટે આત્મવિશ્વાસ આપે છે. જોકે વરિષ્ઠ નાગરિકો વૃદ્ધાશ્રમો રહેતા હોય અને આ સમસ્યાથી પીડિત હોય તેમને મોટે ભાગે એડલ્ટ ડાયપર્સ પરવડતાં નથી.
સામાન્ય રીતે વરિષ્ઠ નાગરિકોને પેશાબ પર નિયંત્રણ ન રહેવાની સમસ્યા હોય તો તેમને રોજ 2થી 3 ડાયપરની આવશ્યકતા રહે છે, જે માસિક રૂ. 3500નો ખર્ચ આપે છે, જે વૃદ્ધાશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકોને મોટે ભાગે પરવડતી નથી. આ ભાગીદારી આ મુદ્દાઓને પહોંચી વળે છે.
લાયન્સ ક્લબ્સ- ઈન્ડિયા, સાઉથ એશિયા અને ઈસ્ટ આફ્રિકાના ઈન્ટરનેશનલ સેક્રેટરી ડો. નેવિલ એ મહેતાએ જણાવ્યું હતું કે આવા કાજ માટે ભારતીય આગેવાન સાથે સંકળાવાની અમને ખુશી છે. પુખ્તોમાં પેશાબ પર અસંયમ એ રોગ નથી અને વરિષ્ઠ નાગરિકોએ પણ આ સમસ્યા ઉદભવે સંકોચ નહીં કરવો જોઈએ. આ સહયોગ સાથે અમે પેશાબ પર અસંયમની સમસ્યા સાથે જીવતા લોકોના રોજબરોજના જીવનને સુધારવા માટેનું લક્ષ્ય રાખ્યું છે. એક દાયકામાં આ સમસ્યા પર દષ્ટિગોચરતા અને જાગૃતિ વધી છે. આમ છતાં સમજદારી વધારવા માટે હજુ ઘણું કરવાનું બાકી રહે છે.
 
નોબલ હાઈજીન મુંબઈમાં વડામથક સાથે આઈએસઓ 9001: 2015 અને સીઈ સર્ટિફિકેશન સાથે દેશમાં અવ્વલ ડિસ્પોઝેબલ હાઈજીન પ્રોડક્ટ્સ ઉત્પાદકમાંથી એક છે. નોબલ હાઈજીન તેની ઓફર ફ્રેન્ડ્સ સાથે એડલ્ટ ડાયપર શ્રેણીમાં નિર્વિવાદ આગેવાન છે. 2000માં સ્થાપિત નોબલ હાઈજીન એડલ્ટ ડાયપર્સ, બેબી ડાયપર્સ, બેબી ડાયપર પેન્ટ્સ, અંડરપેડ્સના ઉત્પાદનમાં નિપુણતા સાથેની ભારતમાં એકમાત્ર ડાયપર ઉત્પાદન કંપની છે. પોતાનાં લેબલના ઉત્પાદન ઉપરાંત નોબલ હાઈજીન ખાનગી લેબલની આવશ્યતાઓ માટે પણ ડાયપર્સ ઉત્પાદન કરે છે અને યુએસએ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, યુએઈ, મિડલ ઈસ્ટ, યુરોપ અને આફ્રિકાના ભાગો જેવા દેશોમાં નિકાસ પણ કરે છે.
નોબલ હાઈજીન તેના ગ્રાહકોની જીવનશૈલીમાં બદલાવ લાવવામાં યોગદાન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં માને છે. કંપનીનું લક્ષ્ય તેની વેપાર કામગીરી મારફત ગ્રાહકોને સહાય કરવા સાથે ડાયપર્સની પસંદગી કરવા સમયે પુખ્તોમાં પેશાબ પર અસંયમ, નવજાત ત્વચા સંભાળ જેવા મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવાનું પણ છે.
209 દેશોમાં 46,000 ક્લબ્સ અને 1.35 મિલિયન સભ્યો સાથે લાયન્સ ક્લબ દુનિયામાં સૌથી વિશાળ સર્વિસ ક્લબ સંસ્થા છે અને સૌથી અસરકારક પણ છે. લાયન્સ ક્લબ્સનું મિશન સ્વયંસેવકોને તેમના સમુદાયોને સેવા આપવા, માનવતાવાદી જરૂરતોને પૂરી કરવા, લાયન્સ ક્લબ્સ મારફત આંતરરાષ્ટ્રીય સમજૂતી અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે સેવા આપવાનું છે. મદદ માટે તત્પર દુનિયાભરમાં લાયન્સ સ્વયંસેવકોનું વૈશ્વિક સેવા નેટવર્ક છે, જે તેમના સ્થાનિક સમુદાયોમાં ફરક લાવે છે. લાયન્સ ક્લબ જ્યાં પણ એકત્ર આવે છે ત્યાં સમસ્યા નાની થઈ જાય છે અને સમુદાયો બહેતર થાય છે.
લાયન્સ ક્લબ્સની સ્થાપના 1956માં ભારતમાં મોજૂદગી સાથે થઈ હતી. ભારત 6400 ક્લબ અને 2,25,345 સભ્યો સાથે યુએસએ પછી દુનિયામાં લાયન્સના સ્વયંસેવકોનું દ્વિતીય સૌથી વિશાળ સમૂહ છે અને ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું છે. લાયન્સ અંતરિયાળ વિસ્તારો સહિત દેશભરમાં ગમે ત્યાં મદદ માટે પહોંચી જાય છે.