ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (16:03 IST)

Gujarat New CM: પીએમ મોદીએ ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશે કહી આ વાત

Bhupendra Patel Swearing-in: પીએમ મોદી (Narendra Modi) એ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા કહ્યુ કે તેઓ (ભૂપેન્દ્ર પટેલ) ચોક્કસ પણે ગુજરાતના વિકાસના માર્ગને સમૃદ્ધ કરશે. આ સાથે, અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી(Vijay Rupani)  વિશે કહ્યું કે તેઓ આગામી સમયમાં પણ જનસેવામા યોગદાન આપતા રહેશે.
 
ભૂપેન્દ્ર પટેલનું શપથ ગ્રહણ પર 
પીએમ મોદીએ ટ્વિટ કર્યું, "ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ ભૂપેન્દ્રભાઈને અભિનંદન. હું તેમને વર્ષોથી ઓળખું છું અને તેમનું અનુકરણીય કાર્ય જોયું છે, ભલે પછી તે ભાજપ સંગઠનમાં હોય કે નાગરિક વહીવટ અને સમુદાયિક સેવામાં. તેઓ ચોક્કસપણે ગુજરાતના વિકાસના માર્ગને  સમૃદ્ધ બનાવશે.

વિજય રૂપાણીને લઈને શુ કહ્યુ ? 
 
અન્ય એક ટ્વિટમાં પીએમ મોદીએ કહ્યું કે, "મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી જીએ તેમના પાંચ વર્ષ દરમિયાન  ઘણા મૈત્રીપૂર્ણ નિર્ણયો લીધા. તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી હતી. મને ખાતરી છે કે તે આવનારા સમયમાં જાહેર સેવામાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.