ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (12:36 IST)

PM પીએમ મોદીએ આગામી 25 વર્ષોને ગણાવ્યા મહત્વપૂર્ણ- વેસ્ટ ટૂ વેલ્થની માફક છે સ્ક્રેપ નીતિ

પીએમ મોદીએ આજે ગુજરાતમાં આયોજિત રોકાણકારોના સંમેલનને સંબોધિત કરતાં કહ્યું કે દેશમાં આજે નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ નીતિ લોન્ચ કરી રહી છે, જે દેશના ઓટોમોબાઇલ સેક્ટરને નવી ઓળખ આપશે. ખરાબ અને પ્રદૂષણ ફેલાવનાર વ્હીકલ્સને વૈજ્ઞાનિક રીતે રોડ પરથી દૂર કરવામાં આ નીતિ અહમ ભૂમિકા ભજવશે. 
 
તેમણે કહ્યું કે મોબિલિટીના દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન છે. 21મી સદીનું ભારત કંવિનિયન્ટ અને ક્લીન લક્ષ્યને લઇને ચાલે, આ સમયની માંગ છે. આ નીતિ ઝડપથી વિકાસના સરકારના કમિટમેન્ટને દર્શાવે છે. આ દેશની આત્મનિર્ભરતાને પણ આગળ વધારશે. તેમણે કહ્યું કે આગામી 25 વર્ષ દેશ માટે મહત્વપૂર્ણ રહેશે. આજે હાલની સંપદા આપણને ધરતીમાંથી મળી રહી છે. તે ભવિષ્યમાં ઓછી થઇ જશે એટલા માટે જ ભારત ડીપ ઓશિયનની નવી સંભાવનાઓને શોધવા લાગ્યું છે. ક્લાઇમેન્ટ ચેંજનો દરેક અનુભવ કરી રહ્યા છે. એટલા માટે દેશને મોટા પગલાં ભરવાની પણ જરૂર છે. ગત વર્ષોમાં ઉર્જા સેક્ટરમાં ખૂબ વિકાસ કર્યો છે.  
 
પીએમએ નવી સ્ક્રેપ નિતિને વેસ્ટ ટૂ વેલ્થની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે તેનાથી ના ફક્ત રોજગાર મળશે પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ ગતિ મળશે. તેમણે કહ્યું કે આ નીતિ આપણા જીવન સાથે જોડાયેલી છે. આ જૂની ગાડીઓના લીધે થનાર અકસ્માતોને આ નીતિ હેઠળ રોકવામાં આવશે. જેની પાસે સ્ક્રેપ સર્ટિફિકેટ હશે તેને રજિસ્ટ્રેશનના નામ પર આપવામં આવેલા પૈસા નવી ગાડીની ખરીદી પર નહી લાગે. સાથે જ નવી ગાડી ખરીદનારને ઘણી બીજા પ્રકારની પણ છૂટ મળશે. 
 
અલંગનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે નાના વેપારીઓએ આ નીતિથી ખૂબ ફાયદો થશે. સ્થાનિક ઇંડસ્ટ્રીઝને પણ તેનો ફાયદો થશે. સાયન્ટિફિક સ્ક્રેપિંગથી દેશની પાસે રેર મેટલનો ભંડાર વધશે. સરકારનો પુરો પ્રયત્ન છે કે ઓટો ઇંડસ્ટ્રીને ઓછામાં ઓછી વસ્તુઓ બહારથી મંગાવવાની જરૂર પડે. તેના માટે પણ આ ઇંડસ્ટ્રીને પણ થોડું આગળ આવીને ઉપાય કરવાના રહેશે. એટલા માટે જૂની પ્રોસેસ બદલવી પડશે. સરકાર તેના માટે દરેક સંભવ પ્રયત્ન કરવા માટે તૈયાર છે. અમે ગ્લોબલ સ્ટાડર્ડવાળા વ્હીકલ્સ પોતાના લોકોને આપવા પ્રતિબદ્ધ છે. સર્કુલર ઇકોનોમી ભારત માટે નવો શબ્દ નથી. હવે તેને વૈજ્ઞાનિક રીતે કરવાનો છે. 
 
દેશની અર્થવ્યવસ્થા માટે મોબિલિટી મોટું ફેક્ટર છે. જેમાં ઇન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજોની મોટી ભૂમિકા રહેશે. આ પોલિસી દેશમાં પ્રદૂષણ  ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે. દેશમાં 10 હજાર કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ લાવશે. આપણે આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કરશું. વેપાર અને ધંધામાં, જીવનમાં અનેક પરિવર્તન આવશે. જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે તેને જોતા જીવન અને ઇકોનોમિમાં ખૂબ મોટું પરિવર્તન આવશે.
 
જૂની ગાડીઓથી રોડ એક્સીડેન્ટનો ખતરો વધુ રહે છે, તેનાથી મુક્તિ મળશે. પ્રદૂષણમાં ઘટાડો થશે. ગાડી તેની એજ જોઈને સ્ક્રેપ નહીં કરીએ પંરતુ તેનો વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ થશે. ગુજરાતના અલંગને શીપ રિસાકલિંગનું હબ માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. મેન પાવર પણ ઉપલબ્ધ છે. ત્યારે અહીં ગાડીઓના સ્ક્રેપિંગનું મોટું હબ સાબિત થઈ શકે છે. વિશેષ રીતે સ્ક્રેપિંગથી જોડાયેલા કામદારોના જીવનમાં બદલાવ આવશે. અન્ય કર્મચારીઓને લાભ મળશે.
 
આ પહેલાં પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે "વાહન સ્ક્રેપેજ નીતિનો શુભારંભ આજે ભારતની વિકાસ યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. વાહન સ્ક્રેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના માટે ગુજરાતમાં રોકાણકાર સમિટ શક્યતાઓની નવી શ્રેણી ખોલે છે. હું આપણા યુવાનો અને સ્ટાર્ટ-અપ્સને આ કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરીશ.
 
વાહન સ્ક્રેપિંગ પર્યાવરણને અનુકૂળ રીતે અયોગ્ય અને પ્રદૂષિત વાહનોને દૂર કરવામાં મદદ કરશે. અમારો ઉદ્દેશ પર્યાવરણીય રીતે જવાબદાર હોવા છતાં સધ્ધર #circulareconomy અર્થતંત્ર બનાવવો અને તમામ હિસ્સેદારો માટે મૂલ્ય લાવવાનો છે."