રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (17:37 IST)

કેવડિયામાં PMના કાર્યક્રમના વિરોધમાં કાલે આદિવાસીઓનું બંધનું એલાન, BTSના 16 કાર્યકરોની અટકાયત

વડાપ્રધાન  મોદી  31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ માટે કેવડિયા આવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓના હક્કોને લઇને આદિવાસી પંથકમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને સફળ બનાવવા માટે ડેડિયાપાડામાં પ્રચાર રહી રહેલા બીટીએસના 16 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. જેને કારણે બીટીએસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. અટકાયત કરેલા કાર્યકરોને આવતીકાલે વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી તેમને અજ્ઞાત સ્થળે રાખવામાં આવે તેવી શક્યતા છે. આ સમયે બીટીએસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને પગલે આદિવાસી સંગઠનોએ અંબાજીથી લઇને ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારમાં 31 ઓક્ટોબરે બંધનું એલાન આપ્યું છે. જેથી નર્મદા જિલ્લામાં હાલ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.