શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (07:34 IST)

#PrayerOfHope અભિયાને સોશિયલ મીડિયા પર લાખો લોકોને આપ્યું આશાનું કિરણ

હાલમાં આપણે કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે તે આપણાં સૌ માટે એક પડકારજનક સમય છે. આશાનો સંદેશ ફેલાવવા માટે કેલોરેક્સ ગ્રૂપે સોશિયલ મીડિયા પર #PrayerOfHope નામનું એક ત્રણ દિવસનું અભિયાન લૉન્ચ કર્યું હતું અને સંચાલિત ધર્યું હતું.
 
આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોને આશાનું કિરણ આપવાનો અને આ પ્રકારના અભૂતપૂર્વ સમયમાં પ્રેરિત અને દૃઢ મનોબળ જાળવી રાખવા પ્રેરિત કરવાનો હતો. આ પહેલના ભાગરૂપે કેલોરેક્સ ગ્રૂપના મેનેજમેન્ટ, હેડ અને સ્ટાફના સભ્યો સોશિયલ મીડિયા પર લાખો લોકો સુધી પહોંચ્યા હતાં અને તેમને આશા જન્માવતી તેમની મનગમતી પ્રાર્થના ગાવા અથવા લોકો જ્યારે પણ નિરાશા અનુભવે ત્યારે તેમને આ નિરાશામાંથી બહાર કાઢનાર ગીતને શૅર કરવાની વિનંતી કરી હતી. 
 
આ અભિયાન હાથ ધરવા પાછળનો વિચાર ટ્વિટર, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર શક્ય એટલા વધુ મિત્રો, પરિવારજનો અને ચિરપરિચિતોને ટૅગ કરવાનો તથા તેમને કોઈ સંગીત શૅર કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો, જે કોઈ ભજન, પ્રાર્થના, જાપ કે પછી લોકોને સાજા કરવામાં સહાયરૂપ થનાર કોઈ ગીત પણ હોઈ શકે.
 
આ અભિયાન મારફતે ટ્વિટર પર લગભગ 2.7 લાખ લોકો, ફેસબુક પર 1.65 લાખ લોકો અને ઇન્સ્ટાગ્રામ પર અંદાજે 16,000 લોકો સુધી પહોંચી શકાયું હતું. આમ આ સોશિયલ મીડિયા અભિયાન #PrayerOfHope મારફતે કુલ 4.51 લાખ લોકો સુધી પહોંચી શકાયું.
 
ડીપીએસ બોપલ, વિસામો, પ્રેરણા, ઘાટલોડિયા - અમદાવાદ, મુંદ્રા, રાજુલા અને ભરૂચની કેલોરેક્સ પબ્લિક સ્કુલ્સ સહિત આ ગ્રૂપના તમામ પ્રોજેક્ટ્સે આશાનો સંદેશ ફેલાવવા માટે આ અભિયાનમાં દિલથી ભાગ લીધો હતો.
 
કેલોરેક્સ ગ્રૂપના પ્રવક્તા શ્રી ઉન્મેશ દિક્ષિતે જણાવ્યું હતું કે, ‘માનવજાતિએ આટલા મોટા પાયા પર જાનહાનિ કરનાર આપદા અગાઉ ક્યારેય જોઈ નથી. તેણે હાલમાં પ્રવર્તી રહેલી અનિશ્ચિતતામાં નિશ્ચિતપણે અનેક પરિવારો અને પ્રત્યેક વ્યક્તિને હૃદય વલોવી નાંખે તેવી પીડા આપી છે. આ રોગચાળો સમગ્ર વિશ્વમાં તબાહી ફેલાવી રહ્યો છે ત્યારે લોકો તબીબી સહાય પૂરી પાડી એકબીજાને મદદરૂપ થઇને, આ બીમારીમાંથી ઉગરી ગયેલી દરેક વ્યક્તિનો જયજયકાર કરીને અને દરેક કોવિડ યૌદ્ધાનું અભિવાદન કરીને એકસાથે આગળ આવી રહ્યાં છે. 
 
આ પ્રકારના સમયમાં ફક્ત આશા જ આપણો જુસ્સો ટકાવી શકે છે અને આપણી રોજબરોજની વ્યક્તિગત સ્થિતિનો સામનો કરવા આપણને પ્રેરિત કરી શકે છે. આશા જન્માવા માટે પ્રાર્થના જેવું બીજું કંઈ નથી. અને આથી જ, #prayerofhope અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જેટલી મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકાયું અને પ્રત્યેક વ્યક્તિએ અમને જે સમર્થન પૂરું પાડ્યું તે માટે અમે ખૂબ જ અભિભૂત છીએ તથા આશા છે કે, એકબીજાની પડખે ઊભા રહેવાની અને એકબીજાને આશા આપવાની આ શ્રૃંખલા આ રોગચાળાના સમય અને તેનાથી પણ આગળ અતૂટપણે ચાલું રહેશે.’