ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 જાન્યુઆરી 2022 (13:20 IST)

સંખેડામાં કમોસમી વરસાદ, ખેતી પાકોમાં નુકસાનની ખેડૂતોને ભીતિ, વડોદરામાં વરસાદી છાંટા પડ્યા

વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે
 
 વડોદરા જિલ્લાના સંખેડામાં આજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે સંખેડાના ભાગોળ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. આર એન્ડ બી વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે કોઇ આયોજન ન થતાં વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા. સંખેડા, હાંડોદ અને ભાટપુરમાં આજે માવઠું થયું હતું. જેને પગલે ચણા, તુવેર અને કપાસ સહિતના ખેતી પાકોને નુકસાન થવાની શક્યતા છે. 
 
વડોદરામાં વરસાદી માહોલ
વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જોકે, થોડીવાર વાદળછાયુ વાતાવરણ અને થોડી વાર તડકો જોવા મળ્યો હતો. આમ સતત વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. આ વર્ષે શિયાળા દરમિયાન સતત માવઠા થઇ રહ્યા છે. જેને પગલે ખેડૂતો ચિંતિત થઇ ગયા છે. 
 
હવામાન વિભાગે આગાહી કરી હતી
21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ આગાહી કરી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સુકુ રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવા વરસાદની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.