ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (12:16 IST)

દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વઘઇમાં 12 ઇંચ વરસાદ, અનેક ગામ સંપર્ક વિહોણા

ગુજરાતમાં  છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થઈ ગયા છે. ડાંગ નજીકના વઘઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ધરમપુર, કપરાડા, વલસાડ પણ જળબંબાકાર થઈ ગયા છે. નવસારી, વલસાડ જિલ્લાના અનેક ડેમમાં નવું પાણી આવતા પાણીની સપાટી વધી છે. 
તાપી અને સુરત જિલ્લાના ઉચ્છલ, નિઝર તથા નવસારીના ખેરગામ, ચીખલી, ગણદેવીમાં 5 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. બીજીબાજુ ઉત્તર ગુજરાતના હારીજ, મહેસાણા, પ્રાંતિજ, માલપુરા, ધનસુરામાં પણ બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. 
સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલીતાણા, ગારિયાધર, તળાજા, જામનગર, સિહોરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. લગભગ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ખેતીને નવજીવન મળ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ગઈ હોવાથી વરસાદની તાતી જરૂર હતી તે પૂરી થઈ છે. 
ધરમપુરમાં ચક્રાવાતી વાવાઝોડાને કારણે કેટલાક ઘરના પતરાં ઊડી ગયા હોવાની ઘટના પણ નોંધાઈ છે. આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી અને ખરેરા નદીમાં પૂર આવ્યું હતું. 


એક સમયે સૂકાઈ ગયેલી કાવેરી નદીમાં નવા નીર આવતાં તે બંને કાંઠે વહેતી થઈ હતી. મંદિર પણ ડૂબી ગયું હતું.વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદની વાત કરીએ તો ઉમરગામમાં 06 મીમી, પારડીમાં 1.28 ઇંચ, ધરમપુરમાં 2.52 ઇંચ, વાપીમાં 13 મીમી, વલસાડમાં 19 મીમી અને જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

અત્યારે જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે.સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં બારડોલીમાં 60 મિમી, ચોર્યાસીમાં 29 મિમી, કામરેજમાં 24 મિમી, મહુવામાં 37 મિમી, માંડવીમાં 15 મિમી, માંગરોળમાં 16 મિમી, પલસાણામાં 61 મિમી, ઓલપાડમાં 32 મિમી, ઉમરપાડામાં 52 મિમી, સુરત સીટીમાં 40 મિમી નોંધાયો છે. ઉકાઈડેમમાં 279.32 ફુટ ઇનફલો 18649 ક્યુસેક ઓઉટફલો 600 ક્યુસેક પાણી નોંધાયુ છે.