ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 ઑક્ટોબર 2022 (09:53 IST)

હવે અમદાવાદમાં પણ બનશે વિદેશોની માફક ગગનચૂંબી ઇમારતો, લીધો આ નિર્ણય

ગુજરાતના પાટનગર ગાંધીનગરને અડીને આવેલા અમદાવાદનો ચહેરો બદલાવાનો છે. મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે હવે શહેરમાં 30-33 માળની ઇમારતો પણ જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય મુજબ શહેરના સોલા, બોડકદેવ અને શીલજ વિસ્તારમાં 30 થી 33 માળની ઇમારતો બનાવવામાં આવશે. આ ઈમારતોની ઉંચાઈ 100 મીટર સુધીની હશે. મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ બે બિલ્ડીંગને મંજૂરી આપી હતી. હવે વધુ ઊંચી ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. આ પછી હવે આગામી વર્ષોમાં શહેરના ત્રણ વિસ્તારોમાં ગગનચુંબી ઇમારતો જોવા મળશે.
 
સતત વિકાસના પંથે ઝડપથી દોડી રહેલું અમદાવાદ શહેર પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. જેમાં શહેરની બે ઈમારતોને ગગનચુંબી ઈમારતો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે અમદાવાદમાં 30 થી 33 માળની બિલ્ડીંગ બનશે. શહેરના સોલા, બોડકદેવ, શીલજમાં હાઇરાઇઝ ગગનચુંબી ઇમારતો બનાવવામાં આવશે. AMCની ટાઉન પ્લાનિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઈમારતોની ઊંચાઈ 100 મીટર સુધીની હોઈ શકે છે.
 
અગાઉ માત્ર બે જ બિલ્ડીંગને બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદમાં અનેક વિકાસ થઈ રહ્યા છે અને શહેરની છબી ધીમે ધીમે બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં મુંબઈ જેવા શહેરોમાં જોવા મળતી હાઈરાઈઝ ઈમારતો હવે અમદાવાદમાં પણ જોવા મળશે. કોર્પોરેશનની શહેર આયોજન સમિતિમાં આ અંગે નિર્ણય લેવાયો છે. હાલમાં શહેરના ત્રણ વિસ્તારમાં 33 માળ સુધીની ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં અમદાવાદના કથવારા ગોતા, ચાંદલોડિયા, સોલા અને ફતેવાડીમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ તૈયાર કરવા પણ સહમતિ સધાઈ હતી. આ અંગે રાજ્ય સરકાર અંતિમ સલાહ આપશે.