રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑક્ટોબર 2019 (10:14 IST)

એસ.ટીના કર્મચારીઓને દિવાળી ભેટ, ફિક્સ પગારના એસ.ટી.ના કર્મચારીઓના પગારમાં કરાયો બમણો વધારો

કર્મચારીઓના હિતને વળેલી રાજ્ય સરકારે આજે વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમના ફિક્સ પગાર આધારિત કર્મચારીઓના વેતનમાં રાજ્ય સરકારે અંદાજે બમણો વધારો કર્યો છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમની વિવિધ કેડરમાં ફરજ બજાવતા વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ના અંદાજે ૧૨,૬૯૨થી વધુ ફિક્સ પગાર આધારિત કર્મચારીઓને અપાતા વેતનમાં બમણો વધારો કર્યો છે. 
 
જેના પરિણામે રાજ્ય સરકારને વધારાનું રૂ.૯૨.૪૦ કરોડનું વાર્ષિક ભારણ થશે. રાજ્ય સરકારના આ નિર્ણયના પરિણામે એસ.ટી. નિગમના કર્મીઓને દિવાળીની ભેટ મળતાં તેઓ દિવાળી ઉલ્લાસ પૂર્વક ઉજવી શકશે. આ નિર્ણયનો લાભ ૧૬મી ઓક્ટોબર ૨૦૧૯થી મળતો થઈ જશે. એસ.ટી. નિગમના જે કર્મીઓનો પગાર વધારો કરાયો છે તે આ મુજબ છે. 
 
સિનિયર અધિકારી વર્ગ ૨ ૧૬,૮૦૦ પગારમાંથી વધારો કરીને ૪૦,૦૦૦ કરવામાં આવ્યો છે. જ્યારે જુનિયર અધિકારી વર્ગ-૨ ૧૪,૮૦૦ પગાર તેમનું વધારો કરી ૩૮,૦૦૦ કરવામાં આવ્યો છે. સુપરવાઇઝર વર્ગ-૩ના ૧૪,૫૦૦ ના ફિક્સ પગારમાં વધારો કરી ૨૧,૦૦૦ કરવામાં આવ્યો છે. જ્યારે ડ્રાઇવર કમ કંડકટર ૧૧,૦૦૦ના પગારમાં વધારો કરીને ૧૮,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. જે કર્મચારીઓનો પગાર ૧૦,૦૦૦ હજાર રૂપિયા હતો તેમને ૧૬,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. 
 
ક્રમ સંવર્ગ હાલનો ફિક્સ પગાર સુધારેલ નવો ફિક્સ પગાર
સિનિયર અધિકારી વર્ગ-૨ રૂપિયા ૧૬,૮૦૦ રૂપિયા ૪૦,૦૦૦
જુનિયર અધિકારી વર્ગ-૨ રૂપિયા ૧૪,૮૦૦ રૂપિયા ૩૮,૦૦૦
સુપરવાઈઝર વર્ગ-૩ રૂપિયા ૧૪,૫૦૦ રૂપિયા ૨૧,૦૦૦
ડ્રાઈવર કમ કંડક્ટર રૂપિયા ૧૧,૦૦૦ રૂપિયા ૧૮,૦૦૦
એકમ કક્ષા વર્ગ-૩ રૂપિયા ૧૦,૦૦૦ રૂપિયા ૧૬,૦૦૦
વર્ગ-૪ રૂપિયા  ૯,૦૦૦ રૂપિયા ૧૫,૦૦૦