ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જૂન 2019 (11:29 IST)

સુરતના અગ્નિકાંડમાં ભૂંજાયેલા 22 માસુમ વિદ્યાર્થીઓના પરિવારને ન્યાય મળે તે માટે રક્તલિખિત પત્ર પઠવાશે

સમગ્ર વિશ્વમાં ગુંજેલી સુરતની ગોઝારી ઘટનાને લઈને હજીયે પડઘા શાંત નથી થયાં. ગુજરાતની આ ઘટનામાં જવાબદાર મોટા મગરમચ્છો હજીએ બચી રહ્યાં છે. માત્ર થોડા અધિકારીઓને સસ્પેન્ડ કરી કે ધરપકડ કરીને સમગ્ર ઘટનાને શાંત કરવાની વાત કદાચ લોકો જ સાંખી નથી રહ્યાં.સરથાણાના તક્ષશિલા આર્કેડમાં માર્યા ગયેલા માસૂમોના પરિવારને ન્યાય માટે જનતા સોસાયટીના લોકોએ લોહીથી એક પત્ર લખ્યો છે. આ પત્ર આજે કલેક્ટરને આવેદનપત્ર તરીકે અપાશે. અને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે. લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટામાથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે. આ સાથે પત્રમાં તક્ષશિલા કાંડના તમામ બેદરકારી દાખવનાર જવાબદારો સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે. આ પત્ર કલેક્ટર સહિત, મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવશે.