ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 જુલાઈ 2020 (15:47 IST)

સુરતથી અમદાવાદ આવતા લોકોનું રેપિડ ટેસ્ટિંગ, 9 લોકો કોરોના પોઝિટિવ મળ્યા

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસો હવે સુરત શહેરમાં નોંધાઇ રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસો વધતાં લોકો ફરી વતનમાં, સૌરાષ્ટ્ર અને અમદાવાદ પરત ફરી રહ્યાં છે. જેથી સુરતથી અમદાવાદ આવતાં લોકોનું રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય ટીમો હાલ સ્થાનિક પોલીસની ટીમ સાથે એક્સપ્રેસ વે પર આવેલા ટોલ ટેક્સ પર તહેનાત છે. અમદાવાદમાં પ્રવેશતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવે છે અને જે કોઈપણ વ્યક્તિ સુરતથી અમદાવાદ આવી હોય તે તમામ લોકોનું ચેકિંગ કરી રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 92 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 9 લોકો પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં કે હોમ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર અશ્વિન ખરાડીએ તેઓએ જણાવ્યું હતું કે ત્રણ ટીમ ઉતારવામાં આવી છે. જ્યારે સવારથી બપોરે 12 વાગ્યા સુધી કેટલા ટેસ્ટ કરાયા અને કેટલા પોઝિટિવ આવ્યા તે અંગે પૂછતા તેઓએ ફોન કાપી નાખ્યો હતો. ફરીથી ફોન કરવામાં આવતા તેઓએ ઉપાડ્યો ન હતો. જેથી સ્પષ્ટ જણાય છે કે આરોગ્ય વિભાગ અમદાવાદમાં સામે આવી રહેલા કેસોનો આંકડા છુપાવવા માગે છે.