ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 નવેમ્બર 2018 (14:20 IST)

પ્રથમ દિવસે પરચો આપનાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફ્ટમાં બિહારના ડેપ્યુટી CM સુશીલકુમાર મોદી ફસાયા

બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદી અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લિફ્ટમાં ફસાઇ ગયા હતા. એક મિનીટ સુધી પાવર ડ્રોપ થતાં લિફ્ટ વચ્ચે જ રોકાઇ હતી. જેને કારણે તેઓ લિફ્ટમાં જ ફસાઇ ગયા હતા. જોકે પાવર પૂર્વવત થતાં બાદમાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી સુધી પહોંચી શક્યા હતા.
બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદી અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં સુશીલકુમાર મોદી અને સૌરભ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો લિફ્ટમાં ફસાઇ ગયા હતા. એક મિનીટ સુધી પાવર ડ્રોપ થતાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી સુધી જતી લિફ્ટ વચ્ચે જ રોકાઇ હતી. જેને કારણે તેઓ લિફ્ટમાં જ ફસાઇ ગયા હતા. જોકે પાવર પૂર્વવત થતાં બાદમાં સુશિલકુમાર મોદી અને સૌરભ પટેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી સુધી પહોંચ્યા હતા.
બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદી સ્થાનિક પ્રવાસીઓને મળ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના પ્રતિનિધી તરીકે ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી મોદીજીનું સ્વપ્ન સાકાર થયું છે. મોદી જે કહે છે કે, તે કરી બતાવે છે. આ વિશાળકાય પ્રતિમા માટે બિહારના ખેડૂતોએ પણ લોખંડ આપ્યું હતું.